Home » Automobile » Mahindra Marazzo will launch on 3rd September, test drive vehicle spotted

મહિન્દ્રાની મોસ્ટ પ્રીમિયમ Marazzoની તસવીર થઇ લીક, આવો છે કારનો લુક

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 03:20 PM

10 હજારમાં કરાવી શકો છો બુક, 3 સપ્ટેમ્બરે થશે લોન્ચ

  • Mahindra Marazzo will launch on 3rd  September, test drive vehicle spotted
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ મહિન્દ્રાની નવી MPV કારને 3 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. મહિન્દ્રાની આ કારનું નામ Marazzo રાખવામાં આવ્યું છે, આ કારની ખાસ વાત એ છે કે તે શાર્ક માછલીથી પ્રેરિત છે. Marazzoને ડિલરશીપમાં પહોંચાડવામાં આવી છે. જેની તસવીર લીક થઇ છે. તસવીરમાં Marazzoનો ફ્રસ્ટ લુક જોઇને લાગે છે કે તે અર્ટિગા અને ઇનોવા ક્રિસ્ટાની વચ્ચેના સ્લોટમાં સ્થાન મેળવશે. નોંધનીય છે કે Marazzo મહિન્દ્રાની બેંચમાર્ક પ્રોડક્ટ છે. જેમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ ક્વોલિટી, ટેક્નોલોજી, ટેસ્ટિંગ અને વેલિડેશન નોર્મ્સ, સેફ્ટી, રેગ્યુલેશન અને એમિશન પ્રમાણે બનાવવામાં આવી છે.

    10 હજારમાં કરાવી શકો છો બુક
    મહિન્દ્રાની Marazzo(મરાજો)નું પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમે આ કારનું બુકિંગ 10 હજાર રૂપિયામાં મહિન્દ્રાના શોરૂમમાં જઇને કરાવી શકો છો. એવું માનવામાં આવી રહ્યું છે કે લોન્ચિંગની સાથે જ આ કારની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવશે. તેની ખાસ વાત એ છે કે તેને 7 અને 8 સીટરમાં કન્વર્ટ કરી શકાય છે. Marazzo એક સ્પેનિશ શબ્દ છે અને તેનો અર્થ શાર્ક થાય છે અને આ વ્હીકલને શાર્કથી પ્રેરિત ડિઝાઇન આપવામાં આવી છે.

    એન્જિન સ્પેસિફિકેશન
    મહિન્દ્રા Marazzoમાં 1.5 લિટરનું ડીઝલ એન્જીન હશે, જે 125 બીએચપી પાવર અને 305 એનએમ ટાર્ક જનરેટ કરી શકશે. કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હશે. તેમજ મહિન્દ્રા આ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ ઓફર કરી શકે છે.

  • Mahindra Marazzo will launch on 3rd  September, test drive vehicle spotted
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કેવું છે ડેશબોર્ડ
    ડેશબોર્ડમાં ડ્યૂઅલ ટોન બ્લેક અને બીઝ કલર કોમ્બિનેશન સાથે કોન્ટ્રાસ્ટ સિલ્વર હાઇલાઇટર આપવામાં આવ્યું છે. પ્રીમિયમ કારનો અનુભવ કરાવવા માટે તેમાં સ્ટેરી ગ્રાફિક્સનો ઉપયોગ કરાયો છે. ભારતમાં હાલ જોવા મળતી મોટાભાગની કાર્સની જેમ Marazzoમાં પણ સેન્ટ્રલ કોન્સોલ ડ્રાઇવર નજીક રાખવા આવ્યું છે. ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીનને એસી વેન્ટની નીચે ગોઠવવામાં આવી છે. જે તસવીર બહાર આવી છે તેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેમાં 7.0 ઇંચની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી શકે છે. Marazzoમાં સ્ક્રીની બન્ને બાજુ કેપેસિટિવ ટચ બનટ મળશે. તેમજ તસવીરમાં જોઇ શકાય છે કે તેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેના આઇકોન પણ છે. Marazzoના સ્ટીયરિંગની વાત કરીએ તો તેમાં નીચેના ભાગે ગ્લોસી બ્લેક ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

  • Mahindra Marazzo will launch on 3rd  September, test drive vehicle spotted
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કેવું છે મહિન્દ્રાની Marazzo કારનું કેબિન
    જે તસવીર જાહેર કરવામાં આવી છે, તેમાં જોઇ શકાય છે કે સિંગલ 3 સીટર અથવા કેપ્ટેઇન સીટિંગ સ્ટાઇલ આપવામાં આવશે. કારને લાઇટ કલર્ડ સીટ્સ સાથે બ્રાઇટ કેબિન આપવામાં આવ્યું છે. કારમાં થ્રી રો સીટ્સ છે, જેામં સેકન્ડ રો સીટ્સને ફોલ્ડ કરી શકાય છે. થર્ડ રો સીટ્સને પણ ફોલ્ડ કરી શકાય છે. જે થકી કારમાં બૂટ કેપેસિટી વધારી શકાશે. થર્ડ રો સીટ્સમાં દરેક સાઇડ બોટલ હોલ્ડર આપવામાં આવ્યુ છે. કારમાં ડ્યૂઅલ ટોન ડેશબોર્ડ છે, જેમાં પિયાનો બ્લેક ફિનિશ અને 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે.

  • Mahindra Marazzo will launch on 3rd  September, test drive vehicle spotted

    આવા હશે ફીચર્સ 
    યુ શેપ્ડ ક્રોમ ગ્રીલ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, એલઇડી ટેઇલ લેમ્પ્સ, એલોય વ્હીલ્સ, મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, એડ્જેસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ, એડ્જેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, કેબિનમાં લેધર અપહોલ્સ્ટ્રે, ડ્યુએલ ટોન કલર સ્કીમ, સોફ્ટ ટચ ડેશબોર્ડ, સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ, વોઇસ કમાન્ડ ફીચર્સ, ટચ સ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રિયર એર કોન વેન્ટ્સ, 7-8 સીટ કોન્ફિગ્રેશન,  રિયર વાઇપર જેવા ફીચર્સ આપવામાં આવશે. 
     

    કારના સેફ્ટી ફિચર્સ
    મહિન્દ્રા યુ321માં ડ્યુએલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ટોપ એન્ડ મોડલમાં 6 એરબેગ્સ,  હિલ લોન્ચ એસિસ્ટ, રિયર પાર્કિંગ કેમેરા, પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સનો સમાવેશ થઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ