Home » Automobile » mahindra launched all new marazzo in india with 10 lakh price tag

મહિન્દ્રાએ લોન્ચ કરી ઓલ ન્યૂ Marazzo, કિંમત 9.9 લાખથી શરૂ, ‘શાર્ક’ જેવો લુક અને સ્ટાઇલ

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 12:51 PM

17.6 કિ.મી.ની એવરેજ, અર્ટિગા, ઇનોવા અને હેક્સાને આપશે ટક્કર

 • mahindra launched all new marazzo in india with 10 lakh price tag
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ઓટો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની ઓલ ન્યૂ 2018 Mahindra Marazzo MPVને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારની પ્રારંભિક કિંમત 9.9 લાખ રૂપિયા(એક્સ શોરૂમ) રાખી છે. હાલ Mahindra Marazzoના ચાર વેરિએન્ટ્સ, M2, M4, M6 અને M8 હશે. ટોપ વેરિએન્ટ્સની કિંમત 13.90 લાખ રૂપિયા(એક્સ શોરૂમ) છે. Marazzo કંપનીની તદ્દન નવી કાર છે અને હાલના સમયમાં તે કંપનીનું ફ્લેગશીપ મોડલ છે. મહિન્દ્રા Marazzoની ટક્કર મારુતિ અર્ટિગા, ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અને ટાટા હેક્સા જેવી કાર્સ સાથે થશે. કંપનીનો દાવો છે કે મહિન્દ્રા Marazzo 17.6 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે. આ કારને ડેવલપ કરવા માટે કંપનીએ 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.
  કયા વેરિએન્ટની કેટલી કિંમત
  મહિન્દ્રા Marazzoને ઇન્ટ્રોડક્ટરી કિંમત સાથે ઉતારી છે.
  વેરિએન્ટ કિંમત(લાખ રૂપિયામાં)
  M2 9.99
  M4 10.95
  M6 12.4
  M8 13.90

  મહિન્દ્રા Marazzoનું એન્જિન સ્પેસિફિકેશન
  Marazzoમાં નવું 1.5 લિટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 120 બીએચપી પાવર અને 300 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જિનમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવે છે. આ કારમાં હાલ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કરવામાં આવ્યું નથી. ઉપરાંત મહિન્દ્રા કારના પેટ્રોલ એન્જિન ઉપર પણ કામ કરી રહી છે અને ડિમાન્ડના આધારે આવનારા સમયમાં તેને પણ લોન્ચ કરવામાં આવશે.
 • mahindra launched all new marazzo in india with 10 lakh price tag
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  શાર્કથી પ્રભાવિત છે મહિન્દ્રા Marazzoનો લુક
  મહિન્દ્રા Marazzoની સ્ટાઇલિંગ અને ડિઝાઇન શાર્કથી પ્રભાવિત છે અને કારના લુકમાં અનેક ભાગમાં તેની ઝલક જોવા મળે છે. ફ્રન્ટમાં ક્રોમ ગ્રિલ, બોલ્ડ ડબલ બેરલ હેડલેમ્પસ સાથે પાઇલટ લાઇટ્સ અને આંખોની શેપવાળી ફોંગ લેમ્પ સાથે ઇન્ટિગ્રેટેડ એલઇડી ડેટાઇમ રનિંગ લેમ્પ છે. કારમાં 17 ઇંચ એલોય વ્હીલ્સ, મોટા ORVMs અને શાર્ક ટેલથી પ્રભાવિત ટેલ લેમ્પ છે, જે મોટી ક્રોમ સ્લેટ સાથે કનેક્ટેડ છે. 

 • mahindra launched all new marazzo in india with 10 lakh price tag
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કારનું ઇન્ટિરિયર
  મહિન્દ્રા Marazzoને 7 અને 8 સીટર લેઆઉટ આપવામાં આવ્યો છે. 8 સીટર મોડલમાં 40:20:40 સ્પ્લિટ ફંક્શન સાથે ફોલ્ડેબલ બેન્ચ સીટ ઓફર કરવામાં આવે છે. કેબિનની ડિઝાઇન ઘણી પ્રીમિયમ અને અપમાર્કેટ છે. તેમાં ઓફ-વ્હાઇટ સાથે ડ્યુઅલ ટોન બ્લેક અને ઓફ વ્હાઇટ ડેશબોર્ડ અને મવ્ચી પિક્સલ ડિઝાઇન સાથે ચમકદાર સેન્ટ્રલ પેનલ છે. ઉપરાંત એર-કોન વેન્ટ્સમાં ક્રોમ બેઝલ્સ છે.

 • mahindra launched all new marazzo in india with 10 lakh price tag

  કારના ફીચર્સ
  ફીચર્સની વાત કરવામાં આવે તો આ કારમાં USB, Bluetooth અને AUX-IN કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ પોડ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ સાથે મોટું MID યુનિટ અને રુફ માઉન્ટેડ એર-કોન સિસ્ટમ છે. Marazzoમાં ઓડિયો, ટેલિફોની અને ક્રૂઝ કંટ્રોલ માટે નવા 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ માઉન્ટેડ કન્ટ્રોલ આપવામાં આવ્યા છે. ઉપરાંત કારમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ પણ છે. સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો કારમાં ડ્યુઅલ એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ, ઇમ્પેક્ટ એન્ડ સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક, ઓવર સ્પીડ વોર્નિંગ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ