Home » Automobile » Mahindra giving Exchange Offers, you can change your old car with Stylish MPV Marazzo

આ રીતે 3.50 લાખ રૂપિયા સસ્તી ખરીદી શકો છો શાર્ક જેવી દેખાતી કાર; કિંમત 9.99 લાખ, કંપની આપી રહી છે ખાસ ઓફર

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 12:44 PM

કારમાં 8 સીટ અને રૂફ પર આપવામાં આવ્યું છે આવું સ્ટાઇલિશ સેન્ટ્રલ AC

 • Mahindra giving Exchange Offers, you can change your old car with Stylish MPV Marazzo
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ઓટો ડેસ્કઃ મહિન્દ્રાએ પોતાની મોસ્ટ અવેટેડ મલ્ટી પર્પઝ વ્હીકલ(MPV) Marazzoને લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શોરૂમ દિલ્હી કિંમત 9.99 લાખ રૂપિયા છે. કંપની આ કાર પર એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. એટલે કે જૂની કારને ચેન્જ કરીને તમે મરાઝો ખરીદી શકો છો. કંપની તેમાં 4 વેરિએન્ટ્સ M2, M4, M6 અને M8 સાથે 7 અને 8 સિટિંગ આપી રહી છે. તમને જણાવી દઇએ કે મરાઝોનો અર્થ શાર્ક થાય છે, આ જ કારણે કંપનીએ તેને શાર્કની જેમ ડિઝાઇન કરી છે.

  આ રીતે મળી શકશે 3.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
  Marazzoને જૂની કાર સાથે એક્સચેન્જ કરીને તમે 1થી 5 લાખ રૂપિયા અથવા તેનાથી વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ માટે તમારે મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ (mahindrafirstchoice) શોરૂમ પર જઇને તમારી જૂની કારને સેલ કરવાની રહેશે. આ કાર જેટલા રૂપિયામાં સેલ થશે તેમાં બાકીની રકમ ઉમેરીને તમે Marazzo ખરીદી શકો છો.


  ઉદાહરણ તરીકેઃ 2017 મોડલની મારુતિ સિલેરિયો mahindrafirstchoice 3.69 લાખ રૂપિયા સુધીમાં ખરીદી રહી છે. કંપનીની વેબસાઇટ પર તમે કારનું મોડલ, વર્ષ, કાર કંપની, કિ.મી.ની ઇન્ફોર્મેશન ભરીને તેની સેલિંગ પ્રાઇસ અંગે જાણી શકો છો. કંપનીનો દાવો છે કે તે તમારી કારની બેસ્ટ પ્રાઇસ આપે છે. ડીલ સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ રહેશે અને સમયસર પેમેન્ટ કરવામાં આવશે.

  Marazzo પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની ગાડી
  Marazzo મહિન્દ્રાની પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની ગાડી છે. આ પહેલી એવી કાર છે, જેને ચેન્નાઇ સ્થિત રિસર્ચ વેલી અને નોર્થ અમેરિકન ટેક્નિકલ સેન્ટરના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. ગાડીનું ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરમાં અનેક પાર્ટ્સ શાર્ક ડિઝાઇનથી પ્રેરિત છે.

 • Mahindra giving Exchange Offers, you can change your old car with Stylish MPV Marazzo
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  1.5 લીટરનું દમદાર એન્જિન
  Marazzoમાં નવું 1.5 લિટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 120 બીએચપી પાવર અને 300 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જિનમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવે છે. આ કારમાં હાલ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કરવામાં આવ્યું નથી. ઉપરાંત મહિન્દ્રા કારના પેટ્રોલ એન્જિન ઉપર પણ કામ કરી રહી છે અને ડિમાન્ડના આધારે આવનારા સમયમાં તેને પણ લોન્ચ કરવામાં આવશે. 
   
  Marazzoની દિલ્હી એક્સ શોરૂમ કિંમત(રૂપિયામાં)
  મોડલ 7 સીટર 8 સીટર
  M2 9,99,000 10,04,000
  M4 10,95,000 11,00,000
  M6 12,40,000 12,45,000
  M8 13,90,000  

   

 • Mahindra giving Exchange Offers, you can change your old car with Stylish MPV Marazzo

  આવે છે Marazzoના ફીચર્સ
   

  Marazzo M2 Marazzo M4 Marazzo M6 Marazzo M6
  એન્જિન ઇમોબિલાઇઝર ફુલ વ્હીલ કેપ્સ 17 ઇંચ મશીન એલોય વ્હીલ્સ 17 ઇંચ મશીન એલોય વ્હીલ્સ
  16 ઇંચ એલોય વ્હીલ્સ શાર્ક ફિન એન્ટિના ફ્રન્ટ અને રિયર ફોગ લેમ્પ્સ LED ડેટાઇમ રનિંગ લેમ્પ્સ
  ફેબ્રિક સીટ અપહોલેસ્ટ્રી ડ્રાઇવર સાઇટ હાઇટ એડ્જસ્ટ પ્રોજેક્ટર હેડ લેમ્પ્સ હોમ ફીચર્સ સાથે લેધર સિટિંગ અપહોલ્સ્ટ્રી
  પાવર વિન્ડોઝ USB સોકેટ ફ્રન્ટ રો કોર્નરિંગ લેમ્પ્સ ડુયઅલ USB સોકેટ(ફ્રન્ટ અને રિયર પેસેન્જર્સ)
  સેન્ટ્રલ લોકિંગ USB અને AUX (રિયર પેસેન્જર્સ) પ્રીમિયર ફેબરિક અપહોલ્સ્ટ્રી પેડલ લેમ્પ્સ
  12V પાવર આઉટલેટ રિયર વાઇપર અને વૉશર એડ્જસ્ટેબલ લમ્બર(ફ્રન્ટ સીટ) કૂલ્ડ ગ્લોવબોક્સ(એલ્યુમિનેશન)
  USB ચાર્જિંગ પોઇન્ટ(રિયર પેસેન્જર્સ) વોઇસ મેસેજિંગ સિસ્ટમ રિમોટ કી-લેસ એન્ટ્રી એપલ કાર પ્લે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ
  ડિજિટલ લોક ઇલેક્ટ્રિકલી એડ્જસ્ટેબલ વિંગ્સ મિરર કન્વર્ઝેશન મિરર કન્વર્ઝેશન મિરર
  મેન્યુઅલ HVAC કંટ્રોલ   એલ્યુમિનેટેડ પેસેન્જર સાઇડ વેનિટી મિરર રિવર્સ કેમેરા ડિસપ્લે સાથે
  રૂફ માઉન્ટ રિયર AC વેન્ટ્સ   ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ
  રૂફ માઉન્ટ રિયર AC વેન્ટ્સ   સેન્ટ્રલ કોન્સોલ ટંબર ડોર સાથે પાવર ફોલ્ડિંગ અને એડ્જસ્ટેબલ વિંગ્સ મિરર
      7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ  
      નેવિગેશન  
      પર્સનલ રિમાઇન્ડર(એનિવર્સરી, બર્થડે etc)  
      સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ  
      રિયર પાર્કિંગ સેન્સર  
      ઇમરજન્સી કોલ ફીચર  

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ