Home » Automobile » મહિન્દ્રા ઇલેક્ટ્રિક KUV લોન્ચ | Mahindra compact SUV eKUV 100 launch

મહિન્દ્રાની આ કાર આપશે 140 KM ની માઇલેજ, આવતા વર્ષે લોન્ચ થશે

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 01:08 PM

મહત્તમ સ્પીડ હશે 100 કિમી પ્રતિ કલાક

  • મહિન્દ્રા ઇલેક્ટ્રિક KUV લોન્ચ | Mahindra compact SUV eKUV 100 launch
    મહિન્દ્રા આવતા વર્ષે KUV 100 EV લોન્ચ કરી શકે છે

    ઓટો ડેસ્કઃ મહિન્દ્રા કંપની પોતાની ઇલેક્ટ્રિક કાર KUV 100 EVનું પ્રોડક્શન વર્ઝન ભારતમાં વર્ષ 2019ના મધ્ય સુધીમાં લોન્ચ કરી શકે છે. આ કોમ્પેક્ટ એસયુવીમાં નવી ટેક્નોલોજીવાળી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઓછા સમયમાં ચાર્જ થઇ શકશે. સાથે જ બેટરી બેકઅપ પણ વધુ મળશે. કંપનીની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, કાર એક ચાર્જિંગમાં 120-140 કિમીથી વધુ અંતર સુધી ચલાવી શકાશે.

    100 કિમી હશે મેક્સિમમ સ્પીડ
    મહિન્દ્રા પહેલાથી જ ભારતમાં eVertio કારનું વેચામ કરી રહી છે. તેવામાં નવી KUV 100 EV પણ આ જ 72 વોલ્ટેજ LFP (લિથિયમ આયર્ન ફોસ્ફરસ) પ્લેટફોર્મ પર કામ કરશે. આ કારનું એન્જિન 40.2 bhp નો પાવર જનરેટ કરશે. કારની મહત્તમ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે. મહિન્દ્રાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ કારની બેટરીને એવી રીતે ડેવલપ કરી રહી છે જેથી તેને એક કલાકથી ઓછા સમયમાં 0થી 80 ટકા સુધી ચાર્જ કરી શકશે. કંપની તરફથી આ કારની ડિઝાઇન અંગે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી.

    ઇન્ટીરિયરમાં મળશે દમદાર ફીચર્સ
    મહિન્દ્રાની નવી એસયુવીમાં નવા એલોય વ્હીલ મળશે. સાથે જ નવી હેડલાઇટની સાથે નવી ડિઝાઇનવાળું બમ્પર મળશે. તે સિવાય કારના ઇન્ટીરિયરમાં ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, રિવર્સ કેમેરાની સાથે પાર્કિંગ સેન્સર મળશે. કંપની તરફથી એક મોબાઇલ એપ્લિકેશન ઓફર કરવામાં આવશે, જેમાં લાઇવ રેન્જ, પાર્કિંગ લોકેશન અને અન્ય માહિતી મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ