• Gujarati News
  • Utility
  • Automobile
  • આ કાર છે ફોર્ચ્યુનરનો બાપ, જાણો કિંમત અને ફીચર્સ । Lexus Launched LX 570 In India

આ કાર છે ફોર્ચ્યુનરનો બાપ, જાણો કિંમત અને ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ટોયોટા ગ્રૂપનની વૈભવી કાર નિર્માતા શાખા લેક્સસે ભારતમાં પોતાની ફ્લેગશીપ એસયુવી એલએક્સ 570ને લોન્ચ કરી છે. લેક્સસે પોતાની આ એસયુવીની કિંમત 2.32 કરોડ રૂપિયા એક્સશોરૂમ રાખી છે. આ એસયુવી એલએક્સ 450ડી કરતા માત્ર 4 હજાર રૂપિયા મોંઘી છે. કિંમત પ્રમાણે આ કારમાં વૈભવી સુવિધા આપવામાં આવી છે. સાથે જ કાર પરફોર્મન્સના મામલે પણ ઘણી સારી છે. 

 

આ કારમાં 5.7 લિટર વી8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 388 પીએસ પાવર અને 546 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 8 સ્પીડ સુપર ઇસીટી ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. આ કાર માત્ર 7.7 સેકન્ડમાં 100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે. આ કારમાં 138 લીટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવી છે. આ કારમાં પાંચ લોકો સરળતાથી બેસી શકે છે.  

 

આવા છે ફીચર્સ


લેક્સસ એલએક્સ 570માં સ્પિંડલ ગ્રીલ, એલ શેપ ટ્રિપલ એલઇડી હેડલાઇટ આપવામાં આવી છે. કેબિનમાં સારી સ્પેશ છે. કેબિનમાં સિલ્કી વ્હાઇટ એલઇડી લાઇટ્સ, ડોરમાં એમ્બિએન્ટ ઇલ્યુમિનેશન આપવામાં આવ્યું છે. કેબિનમાં ટૂ ટોન કલર થીમ, સોફ્ટ ટચ મટીરિયલ્સ, મલ્ટિ ટેરેન સિલેક્ટ ફીચર્સ, ઓફ રોડ ડ્રાઇવિંગ, 11.6 ઇંચ સ્ક્રીન, 19 સ્પીકર માર્ક લેવિનસન મ્યૂઝિક સિસ્ટમ, ક્લાઇમેટ કંટ્રોલ, લેધ અપહોલસ્ટ્રી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

 

કારની વૈભવતા અને અન્ય ફીચર્સ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...