• Gujarati News
  • Utility
  • Automobile
  • એવું પહેલું સ્કૂટર જે બેટરી પૂરી થયા પછી પણ ચાલશે 25km । Kymco Lonex New Electric Scooter Launched

એવું પહેલું સ્કૂટર જે બેટરી પૂરી થયા પછી પણ ચાલશે 25km

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ તાઇવાનની કંપની KYMCOએ પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ ઇ સ્કૂટરનું નામ IONEX છે. વ્હાઇટ અને બ્લૂ કલર કોમ્બિનેશનવાળું આ સ્કૂટર દેખાવે સ્ટાઇલિશ અને હાઇટેક ફીચર્સ ધરાવે છે. કંપની અનુસાર આ સ્કૂટરને 1 વર્ષની અંદર ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. સ્કૂટરની ખાસ વાત એ છે કે જો આ સ્કૂટરની બેટરી ખતમ થઇ જશે તો પણ આ સ્કૂટર 25 કિ.મી. સુધી ચાલતું રહેશે. 

 

બેટરી ખતમ થયા પછી પણ ચાલશે સ્કૂટર


- આ સ્ટૂરમાં બેટરી લગાવવા માટે NFC(નિયર ફિલ્ડ કોમ્યુનિકશન)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
- જ્યારે બેટરી તેની પાસે લઇ જવામાં આવે છે ત્યારે હોલ્ડર ઓટોમેટિક ઓપન થાય છે અને તેમાં બેટરી ઇન્સર્ટ કરી દે છે.
- સ્કૂટરમાં 2 બેટરી હોલ્ડર આપવામાં આવ્યા છે. એક બેટરીથી 40 કિમી. સુધી ટ્રાવેલ કરી શકાય છે. 
- 2 બેટરી સાથે આ સ્કૂટર 80 કિ.મી. સુધી ચાલે છે. જો આ બન્ને બેટરી ડિસચાર્જ થઇ જાય તો પણ સ્કૂટર 25 કિ.મી. સુધી ચાલશે.
- આ સ્કૂટરમાં એક ઇન્ટરનલ બેટરી આપવામાં આવી છે, જે બન્ને બેટરીથી ચાર્જ થાય છે. તેને કાઢી શકાતી નથી.
- સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિ.મી. છે. બેટરી ચાર્જ કરવા માટે કંપનીએ રસ્તાઓ પર અનેક સ્થળે પાવર સ્ટેશન પણ બનાવ્યા છે.
- બેટરી માટે એક પોર્ટેબલ ચાર્જર પણ મળશે. જેના પર બેટરી રાખીને ચાર્જ થવા લાગે છે.