• Home
  • Automobile
  • KTM ડ્યૂક 200 ABS ભારતમાં લોન્ચ કિંમત | KTM Duke 200 ABS launch India

KTM 200 Duke ભારતમાં લોન્ચ, બુલેટની કિંમતમાં પ્રીમિયમ સ્પોર્ટ બાઇક

divyabhaskar.com

Nov 24, 2018, 02:25 PM IST
નવી કેટીએમ 200 ડ્યૂક એબીએસ
નવી કેટીએમ 200 ડ્યૂક એબીએસ
નવી કેટીએમ 200 ડ્યૂકમાં 6-સ્પીડ ગિયરબોક્સ મળશે
નવી કેટીએમ 200 ડ્યૂકમાં 6-સ્પીડ ગિયરબોક્સ મળશે
એબીએસવાળા ડ્યૂકબાઇકની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 1.60 લાખ રૂપિયા છે
એબીએસવાળા ડ્યૂકબાઇકની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 1.60 લાખ રૂપિયા છે
એબીએસ ફીચરને કારણે બાઇકના એક્સિડન્ટ થવાની સંભાવના ઘટી જાય છે
એબીએસ ફીચરને કારણે બાઇકના એક્સિડન્ટ થવાની સંભાવના ઘટી જાય છે

ઓટો ડેસ્કઃ KTM એ પોતાની પોપ્યુલર બાઇક 200 Dukeનું એબીએસ વેરિઅન્ટ દિલ્હીમાં (23 નવેમ્બરે) લોન્ચ કર્યું. KTM 200 Duke ABSની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 1.6 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં Boschની સિંગલ એબીએસ ચેનલનો યૂઝ કરવામાં આવ્યો છે. કેટીએમ 200 Dukeનું નૉન એબીએસ વેરિઅન્ટ પણ માર્કેટમાં અવેલેબલ રહેશે. નૉન-એબીએસ 200 ડ્યૂકની એક્સ શોરૂમ કિંમત 1.51 લાખ રૂપિયા છે.

ડ્યૂક 200નું એન્જિન
નવી 200 ડ્યૂકમાં અન્ય કોઇ મેજર ચેન્જ કરવામાં નથી આવ્યો. તેમાં નોન-એબીએસ 200 ડ્યૂકવાળું જ 199.5cc, સિંગલ સિલિન્ડર, લિક્વીડ કૂલ્ડ એન્જિન છે, જે 10,000 rpm પર 24.6 bhpનો પાવર અને 8000 rpm પર 19.2 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનની સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ડિસ્ક બ્રેક અને એલોય વ્હીલ
200 ડ્યૂકમાં 43mm અપ-સાઇડ ડાઉન ફોર્ક્સ અને રિયરમાં મોનોશૉક સસ્પેન્શન સેટઅપ આપવામાં આવ્યું છે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં 300 mm ડિસ્ક બ્રેક અને રિઅરમાં 230 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. એબીએસ વર્ઝનમાં પણ 17-ઇંચવાળા જ એલોય વ્હીલ આપાવમાં આવ્યા છે. 200 ડ્યૂક એબીએસ બાઇક ઓરેન્જ, વ્હાઇટ અને બ્લેક એમ ત્રણ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાશે.

એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ અથવા ABS શું છે?
એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ટુ-વ્હીલર્સનું એક અગત્યનું સેફ્ટી ફીચર છે. તેને એન્ટી સ્કિડ બ્રેકિંગ સિસ્ટમ પણ કહેવાય છે. તેનું મુખ્ય કામ સ્લીપરી સરફેસ પર કારને ઓછા અંતરમાં રોકવાનું છે. જેથી ડ્રાઇવિંગ દરમિયાન કારની સેફ્ટી સુનિશ્ચિત થાય. ABS ને કારણે બ્રેક લગાવવા પર બાઇક કંટ્રોલ નથી ગુમાવતું અને એક્સિડેન્ટ થવાની સંભાવના ઘટી જતી હોય છે.

આગળ જુઓ KTM 200 Duke ABSના વધુ ફોટોગ્રાફ્સ

X
નવી કેટીએમ 200 ડ્યૂક એબીએસનવી કેટીએમ 200 ડ્યૂક એબીએસ
નવી કેટીએમ 200 ડ્યૂકમાં 6-સ્પીડ ગિયરબોક્સ મળશેનવી કેટીએમ 200 ડ્યૂકમાં 6-સ્પીડ ગિયરબોક્સ મળશે
એબીએસવાળા ડ્યૂકબાઇકની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 1.60 લાખ રૂપિયા છેએબીએસવાળા ડ્યૂકબાઇકની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 1.60 લાખ રૂપિયા છે
એબીએસ ફીચરને કારણે બાઇકના એક્સિડન્ટ થવાની સંભાવના ઘટી જાય છેએબીએસ ફીચરને કારણે બાઇકના એક્સિડન્ટ થવાની સંભાવના ઘટી જાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી