ઓટો ડેસ્કઃ ભારતમાં ઓટોમેટિક સ્કૂટરની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો સ્કૂટર ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ સ્કૂટર પર વધારે ફોકસ કરી રહી છે. સ્કૂટરમાં 100 સીસીથી લઇને 125 સીસી અને તેથી પણ વધુ સીસીના સ્કૂટર હવે ભારતમાં વેચાણ અર્થે આવી રહ્યાં છે. જોકે આજે અમે એવા 125 સીસી સ્કૂટરની વાત કરી રહ્યાં છે જે ફાસ્ટ ટ્રાવેલિંગ અને કન્ફર્ટેબલ માટે જાણીતા છે. આ સ્કૂટરમાં 5થી 8 લિટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવે છે. જેને ફૂલ કરાવવામાં આવે તો આ સ્કૂટર 300 કરતા વધુ કિ.મી.નું અંતર કાપી શકે છે.
આ રીતે થાય છે ગણતરી
વિવિધ સ્કૂટરમાં 5થી 8 લિટરની ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવે છે અને તેમની એવરેજ 40થી 60 કિ.મી. પ્રતિ લિટરની હોય છે. તેવામાં ટેન્ક ફૂલ કરાવવામાં આવ્યા બાદ સ્કૂટરની જે એવરેજ હોય છે તે એવરેજને સ્કૂટરમાં ભરાવવામાં આવેલા પેટ્રોલ સાથે ગુણાકાર કરવામાં આવે છે. આ રીતે એક સ્કૂટરને ફૂલ ટેન્ક કરાવ્યા બાદ કેટલા કિ.મી. સુધી ચલાવી શકાય છે. તેની ગણતરી કરવામાં આવે છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો કયુ સ્કૂટર કેટલા કિ.મી. સુધી ચાલી શકે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.