• Gujarati News
  • Utility
  • Automobile
  • Activa 5G ખરીદવાનું વીચારી રહ્યાં છો તો નહીં મળે આ 4 ફીચર્સ । Know About Some Disadvantages On New Activa 5g

Activa 5G ખરીદવાનું વીચારી રહ્યાં છો તો નહીં મળે આ 4 ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હોન્ડાની નેક્સ્ટ જનરેશન Activa 5G હવે સરળતાથી ખરીદી શકાય છે. કંપનીએ તેને ઓટો એક્સપો 2018માં શોકેસ કર્યું હતું. આ સ્કૂટરના બે વેરિએન્ટ ડિલક્સ અને સ્ટાન્ડર્ડ વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. Activa 5G DLXની એક્સ-શોરૂમ અમદાવાદ કિંમત 55880 અને Activa 5G STDની કિંમત 54015 રૂપિયા છે. કંપનીએ આ સ્કૂટરને 8 કલર્સમાં લોન્ચ કર્યાં છે. જોકે આ સ્ટાઇલિશ લુકવાળા એક્ટિવામાં કેટલીક ખામીઓ પણ છે, જેને કંપનીએ આ વખતે દૂર કરી નથી. 

 

1- હોન્ડાએ એક્ટિવાને 4Gથી 5G કરી દેવામાં આવ્યું છે, પરંતુ મોડલના નામ પર માત્ર કલર્સ અને ફ્રન્ટ ફુલ LED હેડ લેમ્પ્સ ચેન્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે જૂના મોડલ 4Gને ઘણું મળતું આવે છે. 

 

2- કંપનીએ એક્ટિવા 5Gના કોઇપણ વેરિએન્ટ(DLX અને STD)માં એલોય વ્હીલ આપવામાં આવ્યા નથી. જ્યારે માર્કેટમાં વેચાઇ રહેલા અન્ય કંપનીઓના સ્કૂટરના ટોપ મોડલમાં એલોય વ્હીલ આપવામાં આવી રહ્યાં છે.

 

3- નવા એક્ટિવામાં કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ (CBS) આપવામાં આવી છે. જે 4G વેરિએન્ટમાં પણ આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ટીવીએસ અને સુઝુકી પોતાના સ્કૂટરમાં ડિસ્ક બ્રેક આપી રહી છે. હોન્ડા પોતાના 125 સીસી મોડલમાં ડિસ્ક બ્રેક આપે છે. 

 

4-  હોન્ડાએ મલ્ટી ફીચર 4-in-1 લોક સિસ્ટમ આફી છે. જેનાથી સીટ ઓપન કરવાની સિસ્ટમ પણ કરવામાં આવી શકે છે, પરંતુ આગળ કોઇ એક્સ્ટ્રા પોકેટ આપવામાં આવ્યું નથી. જોકે કંપનીએ લગેજ માટે બે હૂક આપ્યા છે. 

 

એક્ટિવા 5Gના ફીચર્સ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...