બે KTM Duke 390 ખરીદી શકાય તેટલી કિંમતમાં લોન્ચ થઇ કાવાસાકીની બાઇક

KTM RC390 પણ સ્પોર્ટ બાઇક છે અને નિંઝા 400 જેટલો પાવર અને ટોર્ક જનરેટ કરે છે

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 11:31 AM
Kawasaki launched Ninja 400 in india

ઓટો ડેસ્કઃ જાપાનીઝ વાહન નિર્માતા કંપની કાવાસાકીએ ભારતીય ઓટો માર્કેટમાં એન્ટ્રી લેવલ સ્પોર્ટ્સ બાઇક નિંઝા 400ને લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત 4.69 લાખ રૂપિયા છે એટલે કે આ બાઇકની કિંમતમાં તમે બે KTM RC390(કિંમત 2.35 લાખ રૂ.) ખરીદી શકો છો. તેમજ આ બાઇકની કિંમતમાં તમે ભારતમાં સૌથી વધુ વેચાતી મારુતિ અલ્ટો અને રેનો ક્વિડ કરતા મોંઘી છે. KTM RC390 પણ સ્પોર્ટ બાઇક છે અને નિંઝા 400 જેટલો પાવર અને ટોર્ક જનરેટ કરે છે, જોકે તેમાં એક સિલિન્ડર ઓછું છે.

મારુતિ અલ્ટો અને ક્વિડની કિંમત

મારુતિ અલ્ટો કે10ની પ્રારંભિક કિંમત 3.45 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે, જ્યારે રેનો ક્વિડની પ્રારંભિક કિંમત એક્સ શોરૂમ 2.67 લાખ રૂપિયા છે. બીજી તરફ કાવાસાકીએ લોન્ચ કરેલી નિંઝા 400ની કિંમત 4.69 લાખ રૂપિયા એક્સશોરૂમ છે. આમ કિંમત પ્રમાણે જોવામાં આવે તો નિંઝા 400 અલ્ટો કે10 અને ક્વિડ કરતા પણ મોંઘી છે.

એન્જિન સ્પેસિફિકેશન


નિંઝા 400માં 400 સીસી, પેરેલલ ટ્વિન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 10 હજાર આરપીએમમાં 45 બીએચપી પાવર અને 8 હજાર આરપીએમમાં 38 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. એન્જિનમાં લિક્વિડ કૂલ્ડ અને ફ્યૂઅલ ઇન્જેક્ટેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકમાં ફોર વાલ્વ હેડ અને ટ્વિડ ઓવરહેડ કેમશાફ્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકમાં સ્ટાન્ડર્ડ સ્લિપર ક્લચ સાથે 6 સ્પીડ યુનિટ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

બાઇકના ફીચર્સ જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

Kawasaki launched Ninja 400 in india

ફીચર્સ

નિંઝા 400માં સ્ટાન્ડર્ડ એબીએસ અને ડિસ્ક બ્રેકનો ઉપયોગ બન્ને વ્હીલમાં કરવામાં આવ્યો છે.  બાઇકમાં ટ્યૂબલેસ ટાયર્સ છે અને બાઇકનું વજન 168 કિલોગ્રામ છે. બાઇકમાં નિંઝા 300 કરતા નાની ફ્યૂઅલ ટેન્ક છે. નિંઝા 400માં 13.6 લિટરની કેપેસિટીવાળી ફ્યૂઅલ ટેન્ક આપવામાં આવી છે. બાઇકમાં 41 mm ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને રિયર મોનોશોક સન્સપેન્શન છે, બાઇકમાં એલઇડી હેડલેમ્પ્સ અને એલઇડી ટેલલાઇટ આપવામાં આવે છે. ન્યૂ સ્ટીલ ટ્રેઇલ્સ ફ્રેમ, નિંઝા 650 જેવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.
 

આ બાઇક્સ સાથે થશે ટક્કર

Kawasaki Ninja 400ની સીધી ટક્કર  KTM RC390 સાથે થશે. આ ઉપરાંત બાઇકને ભારતીય માર્કેટમાં યામાહા વાયઝેડએફ-આર3, ટીવીએસ અપાચે આરઆર310 તથા બેનેલી 302આર તરફથી તગડી સ્પર્ધા મળશે. 

X
Kawasaki launched Ninja 400 in india
Kawasaki launched Ninja 400 in india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App