તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • હોન્ડાથી લઇને હ્યુન્ડાઇ સુધીની કંપની આપી રહી છે કાર્સ પર 1 લાખ સુધીની છૂટ । June Discountoffer On Cars By Hyundai, Maruti And Honda

હોન્ડાથી લઇને હ્યુન્ડાઇ સુધીની કંપની આપી રહી છે કાર્સ પર 1 લાખ સુધીની છૂટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જો તમે નવી કાર ખરીદવાનું વીચારી રહ્યાં છો તો ઘણી કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની કેટલીક જાણીતી કાર્સ પર 1 લાખથી 30 હજાર રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટ બોનસ, ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ સ્વરૂપે આપવામાં આવી રહી છે. અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેમાં કંપની તરફથી ભારે છૂટ આપવામાં આવી રહી છે.

 

હ્યુન્ડાઇની કાર્સ
હ્યુન્ડાઇ કંપની પોતાની કાર્સ એક્સન્ટ 1 લાખ, હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 1 લાખ, ઇઓન 50 હજાર, ન્યૂ 2018 વેર્ના 20 હજાર, આઇ20 ઇલાઇટ અને એક્ટિવ 20 હજાર, એલેન્ટ્રા 30 હજાર, ટક્સન 50 હજાર છૂટ આપી રહી છે.
 
મારુતિ સુઝુકીની કાર્સ
મારુતિ ડિઝાયર પર 25 હજાર, સિલેરિયો 60100, એલ્ટો કે10  55100, વેગનઆર 65100, સિલેરિયો એક્સ 50100, ઇગ્નિસ પર 65 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે.


 આ પણ વાંચોઃ સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા જાણી લો આ બાબત, થશે ફાયદો


હોન્ડાની કાર્સ
હોન્ડા કંપની પોતાની કાર્સ પર સારી એવી છૂટ આપી રહી છે. હોન્ડા જેઝ પર 1 લાખ, હોન્ડા સીઆરવી 1.15 લાખ, હોન્ડા સિટી 15 હજાર એક્સચેન્જ બોનસ, ડબલ્યુઆરવી 20 હજાર એક્સચેન્જ બોનસ અને 15 હજારનો વધારાનો બેનિફિટ, બીઆરવી 60 હજારનો બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. 

 

ફોર્ડની કાર્સ
ફોર્ડ કંપની એસ્યાપર પર 80 હજાર જ્યારે ફિગો પર 75 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે.

 

મહિન્દ્રાની કાર્સ
મહિન્દ્રા ટીયુવી 300 પર 55 હજાર અને કેયુવી 100 નેક્સ્ટ પર 64 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે.