જાવા બાઈક / માર્ચના અંતથી ગ્રાહકોને ડિલિવરી અપાશે, સપ્ટેમ્બર 2019 સુધી ફુલ બુકિંગ

Divyabhaskar.com

Mar 14, 2019, 03:56 PM IST
Java bikes Delivery will begin from March Ending
X
Java bikes Delivery will begin from March Ending

 • ડ્યૂઅલ ચેનલ એબીએસનું બુકિંગ કરનારાઓને હજી જુનમાં ડિલિવરી મળશે
 • જાવા પેરાકનું બુકિંગ હવે સપ્ટેમ્બરથી નહીં પણ 2020માં જ લેવામાં આવશે
 • ડ્યૂઅલ ચેનલ એબીએસ માટે કસ્ટમર્સે રૂપિયા 8,900 વધુ ચૂકવવાના રહેશે

ઓટો ડેસ્ક. ભારતમાં 4 દાયકા પછી ફરીથી રસ્તાઓ ઉપર જાવાની બાઈક દોડવા જઈ રહી છે. કંપનીએ તેના માટે એડવાન્સ બુકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મળેલા ઓર્ડરની હવે કંપની ડિલિવરી કરવા જઈ રહી છે. જેની સત્તાવાર જાણકારી કંપનીએ આપી દીધી છે. શાનદાર બાઈકની રાહ જોતા કસ્ટમર્સને હવે આ મહિનાના અંત સુધીમાં પોતાની પસંદગીની બાઈક મળી જશે.

જાવાની ટક્કર રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સાથે થશે

1.કંપનીનું કહેવું છે કે, વિવિધ શહેરોમાં હાલ ડિલરશીપ ખોલવામાં આવી રહી છે જે કામ માર્ચના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ચોથા અઠવાડિયા સુધીમાં કસ્ટમર્સને તેમની બુકિંગ કરેલી બાઈક આપી દેવામાં આવશે.કંપની સત્તાધિશોનું એમ પણ કહેવું છે કે, બુકિંગના આધારે જ હાલ પુરતી ડિલિવરી કરવામાં આવશે. બંને મોડલનું સપ્ટેમ્બર સુધીનું બુકિંગ થઈ ચૂક્યૂં છે. 
2.કંપનીએ સૌથી પહેલાં સિંગલ ચેનલ એબીએસ વાળી બાઈક લોન્ચ કરી છે. પણ હવે ભારતમાં એપ્રિલ મહિનાથી લાગુ થનારા નવા સેફ્ટી ફીચર્સને જોતાં હવે કંપનીએ ડિસેમ્બરમાં જ ડ્યૂઅલ એબીએસ ચેનલ વાળી બાઈકને પણ લોન્ચ કરી દીધી હતી. 
3.કંપનીએ કહ્યું કે, ડ્યૂઅલ ચેનલ વેરિઅન્ટમાં શિફ્ટ થનારા ગ્રાહકોને બુકિંગના આધારે ડિલિવરી આપવામાં આવશે. પરંતુ પછી કંપનીએ કહ્યું કે, ડ્યૂઅલ એબીએસ વેરિઅન્ટ વાળા બાઈકની ડિલિવરી હવે સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવશે.
4.કંપનીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, જાવા અને જાવા 42નું સપ્ટેમ્બર 2019 સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. જોકે હજી પણ આ બાઈકના ચાહકો નજીકની ડિલરશીપ ખાતે જઈને બુકિંગ કરાવી શકે છે. પણ તેની ડિલિવરી માટે થોડો વધુ સમય રાહ જોવી પડશે.
5.કસ્ટમર્સ માત્ર રૂપિયા 5 હજાર આપીને બે પૈકી કોઈપણ મોડલનું બુકિંગ કરી શકે છે. હાલ પુરતું કંપની માત્ર આ બે મોડલના જ ઉત્પાદન અને ડિલિવરીમાં વ્યસ્ત છે. સપ્ટેમ્બર 2019માં શરૂ થનારી એડિશન પેરાકના બુકિંગ હાલ પુરતા રદ કર્યા છે. 
6.જાવાની કિંમત રૂપિયા 1.64 લાખ છે. જ્યારે જાવા 42ની કિંમત રૂપિયા 1.55 લાખ રાખવામાં આવી છે. જ્યારે ડ્યૂઅલ ચેનલ એબીએશની ડિમાન્ડ કરનારા કસ્ટમર્સે રૂપિયા 8,900 વધારાના ચૂકવવાના રહેશે.
7.આ બાઈકમાં 293 સીસીનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આપેલું છે. જે 27.3 પીએસ પાવર અને 28 એનમએમનો ટોર્ક પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા ધરાવે છે. 
8.જાવા બાઈકમાં 280 એમએમનું ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 153 એમએમનું રિયર બ્રેક આપ્યું છે. જે સિંગલ ચેનલ એબીએસમાં પણ ઉપલબ્ધ છે. ડ્યૂઅલ ચેનલ એબીએસ વેરિઅન્ટમાં બંને ટાયરમાં એબીએસ ઉપલબ્ધ થશે. 
9.ભારતમાં જાવા બાઈકની ટક્કર રોયલ એનફિલ્ડ ક્લાસિક 350, બજાજ ડોમિનાર 400 અને યૂએમ રેનેગેડ સ્પ્રોર્ટસ એસ સાથે થવાની છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી