Divya Bhaskar

Home » Automobile » Irdai makes long-term insurance mandatory for new cars, two-wheelers

1લી સપ્ટેમ્બરથી નવી કાર-બાઇક ખરીદવી પડશે મોંઘી, લેવો પડશે 3થી 5 વર્ષનો ઈન્સ્યોરન્સ કવર

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 01:36 PM

ફોર વ્હીલ વ્હીકલ્સને ત્રણ વર્ષ અને ટૂ-વ્હીલર માલિક માટે 5 વર્ષનો કવર ફરજિયાત

  • Irdai makes long-term insurance mandatory for new cars, two-wheelers

    ઓટો ડેસ્કઃ 1 સપ્ટેમ્બર 2018થી નવી કાર અને ટૂ-વ્હીલર્સને ખરીદવા મોંઘા થઇ જશે. હવે કાર અને ટૂ-વ્હીલર્સને ખરીદતી વખતે ઓછામાં ઓછા 3 વર્ષ અને પાંચ વર્ષનો ઈન્સ્યોરન્સ કવર લેવો પડશે. તેવામાં નવી વ્હીકલ્સ પર લોંગ ટર્મ પ્રીમિયમ પેમેન્ટના કારણે પ્રારંભિક ખર્ચ વધી જશે. જોકે તેનાથી ગ્રાહકોને દર વર્ષે ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. સુપ્રીમ કોર્ટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવરેજ વધારવા માટે આ પગલું ભર્યું છે. ફોર વ્હીલર્સને ત્રણ વર્ષ અને ટૂ-વ્હીલર્સ માટે 5 વર્ષનો કવર ફરજિયાત કરવામાં આવ્યો છે.

    ઈન્સ્યોરન્સ કંપનીઓને મળશે મદદ
    રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના કાર્યકારી નિદેશક અને સીઇઓ રાકેશ જૈનનું કહેવું છે કે દેશમાં જ્યાં કુલ વાહનોમાંથી 50 ટકાથી વધુ પાસે ઈન્સ્યોરન્સ નથી, ત્યાં સુપ્રીમ કોર્ટનો આ આદેશ ઘણો અસરકારક સાબિત થશે. હવે વાહનને ખરીદતી વખતે જ વીમા કવર ફરજિયાત હોય છે, પરંતુ અમુક કિસ્સામાં તેને રિન્યૂ કરાવવામાં આવતો નથી.

    50 ટકા વાહનો પાસે નથી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ
    દરેક વ્હીકલ્સ માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ જરૂરી છે, પરંતુ દેશમાં 50 ટકાથી વધુ એવા વ્હીકલ્સ રસ્તાઓ પર દોડી રહ્યાં છે, જેના થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સને રિન્યૂ કરાવવામાં આવ્યો નતી. હાલ વાહન ખરીદતી વખતે 1 વર્ષનો ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ સમય વધારીને ટૂ-વ્હીલર માટે પાંચ અને ફોર વ્હીલર માટે ત્રણ વર્ષ કરી દેવામાં આવ્યો છે.

    કંપનીઓ પાસે છે લોંગ ટર્મ પ્રોડક્ટ્સ
    વીમા કંપનીઓએ લોંગ ટર્મ મોટર ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ડિઝાઇન કરી છે, જે વ્હીકલના ડેમેજ સાથે થર્ડ પાર્ટી માટે પુરતી છે. થર્ડ પાર્ટી કવરનો હેતુ વ્હીકલથી ત્રીજી વ્યક્તિને થતાં નુક્સાનને કવર કરવામાં આવે છે.

    PUC પણ ચેક કરે વીમા કંપનીઓ
    રોડ સેફ્ટી પર બનેલી સુપ્રીમ કોર્ટની કમિટીએ દેશના ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ઇરડા)ને કહ્યું હતું કે વીમા કંપનીઓ વ્હીકલ્સના સેલિંગ સમયે જ એક અનિવાર્ય લોંગ ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી ઓફર કરે. આ પહેલા સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓએ એ પણ જોવા માટે કહ્યું હતું કે દરેક વ્હીકલ પાસે મોટર વીમા પોલિસીને રિન્યુઅલ સમયે વેલિડ પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ(PUC) છે

    કેટલું આપવું પડશે પ્રીમિયમ
    નવો નિયમ લાગુ થયા બાદ ત્રણ વર્ષ માટેનું પ્રીમિયમ વાહનની કેટેગરી પ્રમાણે 5286થી 24305 રૂપિયાની વચ્ચે હશે. કાર્સ માટે પાંચ વર્ષનું પ્રીમિયમ વાહનની કેટેગરી પ્રમાણે 1,045થી 13034 રૂપિયાની વચ્ચે હશે.

    ક્લેઇમ કરવામાં આવે છે મુશ્કેલી
    કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે(2015ના અકસ્માતો અનુસાર) દરરોજ લગભગ 1374 જેટલા માર્ગ અકસ્માતો અને 400 જેટલા મોત થાય છે. જ્યારે ઈન્સ્યોરન્સ ક્લેઇમની કોઇ લીગલ ટાઇમ લિમિટ નથી. અકસ્માતનો કેસ ઘટના સ્થળે દાખલ કરવામાં આવે છે અથવા તો પીડિત જ્યાં રહે છે ત્યાં. તેવામાં ઈન્સ્યોરન્સ ક્લેઇમમાં મુશ્કેલી આવે છે. સાથે અનેક કિસ્સાઓમાં ઈન્સ્યોરન્સ હોતો જ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending