તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીઝલના વધતા ભાવના ભારણને હળવું કરી શકે છે આ 6 કાર્સ, 28.40Km સુધીની આપે છે એવરેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વિફ્ટ અને ડિઝાયર ભારતમાં સફળ થવા પાછળનું કારણ તેની હાઇ ફ્યૂઅલ એફિશિયન્સી છે - Divya Bhaskar
સ્વિફ્ટ અને ડિઝાયર ભારતમાં સફળ થવા પાછળનું કારણ તેની હાઇ ફ્યૂઅલ એફિશિયન્સી છે

ઓટો ડેસ્કઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતના ભાવ સતત વધી રહ્યાં છે, જેના કારણે બધાનું બજેટ ખોરવાયું છે. ભારતમાં અનેક એવી કાર્સ છે, જે એવરેજના મામલે ચડિયાતી છે. કાર નિર્માતા કંપનીઓ પણ ભારતમાં એવી કાર્સને વધારે લોન્ચ કરે છે, જે બજેટમાં હોય અને તેની એવરેજ પણ સારી હોય. આજે અમે અહીં એવી જ કેટલીક ડીઝલ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ. જેની કિંમતમાં પોસાય તેવી અને તેની એવરેજ 28.40 કિ.મી. પ્રતિ લિટરની આસપાસ છે.


મારુતિ Swift અને Dzire
મારુતિ સુઝુકીની મોટાભાગની કાર એવરેજના મામલે સારી હોય છે. સ્વિફ્ટ અને ડિઝાયર ભારતમાં સફળ થવા પાછળનું કારણ તેની હાઇ ફ્યૂઅલ એફિશિયન્સી છે. એઆરએઆઇ અનુસાર આ બન્ને કાર 28.40Kmplની એવરેજ આપે છે. બન્ને કારમાં 1.3 લિટરનું ડીઝલ એન્જિન આપવામાં આવે છે. જે 74 એચપી પાવર અને 190 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. બન્ને કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો સ્વિફ્ટ ડીઝલની કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ડિઝાયરની કિંમત 6.58 લાખ રૂપિયાથી શરૂ થાય છે.