Divya Bhaskar

Home » Automobile » if you want to check petrol or diesel pure or not follow this process

જે પાઇપથી ગાડીમાં ભરવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલ તેનાથી જ કરવામાં આવે છે ચોરીનો ખેલ, ચોરી રોકવા કોર્ટે આપ્યો આઇડિયા

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 03:37 PM

પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળ તો નથીને, 2 મિનિટમાં જાણો કાગળની આ Trickથી

  • if you want to check petrol or diesel pure or not follow this process

    ઓટો ડેસ્કઃ પેટ્રોલ પમ્પ પર ડીઝલ-પેટ્રોલની ચોરી સામાન્ય વાત છે. હવે મધ્યપ્રદેશના ઇન્દોરમાં જનોપયોગી લોક અદાલતમાં અરજી કરીને તમામ પેટ્રોલ પમ્પ પર પારદર્શી પાઇપ લગાવવાની માગ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છેકે તેનાથી ચોરી રોકી શકાય છે. કોર્ટે આ મામલે કલેક્ટર અને ફૂડ કંટ્રોલરને નોટિસ ફટકારી 21 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.

    તમે જાતે પણ પેટ્રોલ-ડીઝલની શુદ્ધતાની તપાસ મિનિટમાં કરી શકો છો. તમારે માત્ર ફિલ્ટર પેપર પર ફ્યૂઅલના બે ટીપા નાખવા પડશે. આ માટે સૌથી પહેલા ડિલિવરી નોજલના આગળના ભાગને સાફ કરો. નોજલથી ફિલ્ટર પેપર પર પેટ્રોલના ટીપા નાંખો. બે મિનિટમાં પેટ્રોલમાં પેટ્રોલ ફિલ્ટર પેપર ઉડી જશે. સુકાઇ જાય ત્યારે ઘાટો રંગ રહે તો સમજો કે પેટ્રોલ ભેળસેળયુક્ત છે.

    ફિલ્ટર પેપર પણ ખરીદવાની જરૂર નથી, કારણ કે પેટ્રોલ પમ્પ સંચાલક પાસે માગી શકો છો. ફેડરેશન ઓફ મપ્ર પેટ્રોલ-ડીલર એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ પારસ જૈને જણાવ્યું છેકે અનેક લોકો પેટ્રોલમાં સોલ્વેન્ટ ભેળવે છે, તેનાથી પેટ્રોલ ભેળસેળ હોવા છતાં ડાઘ છોડતું નથી. તેવામાં તમે ડેન્સિટી જારથી પેટ્રોલની શુદ્ધતા તપાસી શકો છો. દરેક પેટ્રોલ પમ્પ પર ડેન્સિટી જાર હોય છે.

    કેટલી હોવી જોઇએ શુદ્ધ પેટ્રોલની ડેન્સિટી
    - પેટ્રોલની શુદ્ધતા તપાસ તેની ડેન્સિટીથી કરી શકાય છે. પેટ્રોલની ડેન્સિટી 730થી 800 વચ્ચે છે, તે શુદ્ધ માનવામાં આવે છે. 730થી ઓછી હોય અથવા 800થી વધારે હોય તો તેમાં ભેળસેળ હોઇ શકે છે.
    - ડીઝલની ડેન્સિટી 830થી 900ની વચ્ચે હોય છે.

    ડેન્સિટી જારથી પણ કરાવી શકો છો તપાસ
    - ફિલ્ટર પેપર બાદ પણ તમને ફ્યૂઅલની શુદ્ધતા પર શંકા છે, તો તમે ડેન્સિટી જારથી તેની તપાસ કરાવી શકો છો.
    - ડેન્સિટી ચેક કરવા માટે તમને 500ml જાર, હાઇડ્રોમીટર, થર્મોમીટર અને ASTM(અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ ઓફ મટેરિયલ્સ) કન્વર્ઝન ચાર્જની જરૂર પડશે. હાઇડ્રોમીટર કોઇપણ લિક્વિડની ડેન્સિટી તપાસવા માટેનું શ્રેષ્ઠ ઉપકરણ છે.
    - આ તમામ વસ્તુઓ પેટ્રોલ પમ્પમાં મળી રહે છે.
    - ડેન્સિટી જારમાં ઘનત્વના અલગ-અલગ ટેમ્પ્રેચર પર ડિફરન્સ કાઢવામાં આવે છે.
    - કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 અનુસાર, દરેક ગ્રાહકને પેટ્રોલની શુદ્ધતા માપવાનો અધિકાર છે.
    - અનેકવાર નોજલમાં છેડછાડ કરીને 100થી 150ml સુધી ઇધણની હેરાફેરી કરવામાં આવે છે. તેવામાં શકં જણાય તો 5 લિટર ટેસ્ટ કરવો જોઇએ. પેટ્રોલ પમ્પ પર 5 લિટરનું એક પ્રમાણિત વાસણ હોય છે. તમે તેમા 5 લિટર પેટ્રોલ ડીઝલ નાંખીને તપાસ કરી શકો છો કે માપ સરખુ છે કે નહીં.

    કોઇ ભેળસેળયુક્ત માલ વેચે તો શું કરવું
    - દરેક પેટ્રોલ પમ્પ પર કંપનીના અધિકારીઓનો નંબર લખેલો હોય છે, ભેળસેળ જણાય તો તમે સીધા અધિકારીને ફરિયાદ કરી શકો છો.
    - તમે કન્ઝ્યુમર કોર્ટમાં પણ તેની ફિરયાદ કરી શકો છો અને પેટ્રોલ વેચનાર કંપની પાસે વળતર માગી શકો છો.
    - કંપનીમાં ફરિયાદ થાય ત્યારે પેટ્રોલ પમ્પ સંચાલકોને શોકોઝ નોટિસ મોકલવામાં આવે છે અને પેનલ્ટી લગાવવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending