Divya Bhaskar

Home » Automobile » if you have car and bike with green number plate then no toll and road tax for it

કાર અથવા બાઇક પર લાગેલી હશે ગ્રીન પ્લેટ તો નહીં ભરવો પડે ટોલ અને રોડ ટેક્સ

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 01:30 PM

ગ્રીન નંબર પ્લેટ લગાવવાથી કાર અને બાઇક માલિકોને મળશે અનેક ફાયદા

  • if you have car and bike with green number plate then no toll and road tax for it

    ઓટો ડેસ્કઃ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ટૂંક સમયમાં નવી સ્કીમ લોન્ચ કરવા જઇ રહી છે. આ સ્કીમ હેઠળ વ્હીકલ્સ માલિકોને અનેક વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. નીતિ આયોગે આ સ્કીમ ફાઇનલ કરવામાં લાગ્યું છે. આ અંગે ઇલેક્ટ્રિક કાર અને બાઇક નિર્માતા કંપનીઓના અભિપ્રાય લેવામાં આવી રહ્યાં છે.

    ગ્રીન એનર્જીથી ચાલતી કાર અને બાઇક પર ગ્રીન પ્લેટ
    સ્કીમ હેઠળ ગ્રીન એનર્જી ખાસ કરીને ઇલેક્ટ્રિકથી ચાલતી કાર અને બાઇક પર ગ્રીન નંબર પ્લેટ મળશે. ગ્રીન નંબર પ્લેટ લગાવવાથી કાર અને બાઇક માલિકોને અનેક ફાયદા મળશે. ગ્રીન પ્લેટવાળા વાહનોને ટોલ ચાર્જ, રોડ ટેક્સમાં મુક્તિ આપવામાં આવશે. આ વાહનોને પાર્કિંગની વિશેષ સુવિધા આપવામાં આવી શકે છે. ગ્રીન વાહનોમાં ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો સાથે બાયો ફ્યૂઅલથી ચાલતા વાહનોને પણ સામેલ કરવામાં આવી શકે છે.

    અન્ય દેશોમાં પહેલાથી જ આપવામાં આવી રહી છે આ પ્રકારની સુવિધા
    ગ્રીન ફ્યૂઅલને પ્રાત્સાહન આપવા માટે વિશ્વના અન્ય દેશોમાં આ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(એસએમઇવી)ના નિદેશક અને હીરો ઇલેક્ટ્રિકના સીઇઓ સોહિંદર ગિલે જણાવ્યું કે અમેરિકા જેવા દેશોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે વિશેષ લેન છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની સુવિધા આપવા માટે સરકારને નાણાકીય ભારણ નહીં આવે.

    સ્કીમને અંતિમ રૂપ આપશે નીતિ આયોગ
    ગિલે જણાવ્યું કે ટૂંક સમયમાં નીતિ આયોગ આ સ્કીમને અંતિમ રૂપ આપશે. ઇલેક્ટ્રિક કાર અને બાઇકના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર પહેલાથી જ સબ્સિડી આપી રહી છે. આગામી 7 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવતી સબ્સિડીના બીજા ચરણની જાહેરાત કરવા જઇ રહ્યાં છે. જે હેઠળ સરકાર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર 5500 કરોડ રૂપિયાની સબ્સિડી આગામી પાંચ વર્ષમાં આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending