કાર ઈન્સ્યોરન્સ બાદ પણ ક્લેઇમ આપવાની ના પાડી શકે છે કંપની, ડ્રાઇવિંગ લાઈસન્સ સહિતની 4 ભૂલો પડી શકે છે ભારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ કાર અને અન્ય વાહનોનો ઈન્સ્યોરન્સ લેતા હોય છે, પંરતુ અમુક ભૂલો વીમો ક્લેઇમ કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. અનેકવાર કંપનીઓ કાર ચોરી થાય ત્યારે અને કોઇપણ પ્રકારના ડેમેજનો ક્લેઇમ આપવામાં ના પાડી દે છે, કારણ કે લોકો ઈન્સ્યોરન્સ કરાવતી વખતે અજણાતા જ અમુક ભૂલો કરી બેશે છે. જોકે સામાન્ય રીતે આ ચાર ભૂલોના કારણે વીમા કંપનીઓ કોઇપણ પ્રકારનો ક્લેઇમ આપવાની ના પાડી દે છે.

 

વીમો કોઇ અન્યના નામ પર હોય
જ્યારે પણ જૂની કાર ખરીદવામાં આવે છે ત્યારે વાહનના ડોક્યુમેન્ટ પોતાના નામે કરાવી લે છે, પરંતુ સામાન્ય રીતે ઈન્સ્યોરન્સ કંપનીમાં આ પ્રકારના ફેરફાર કરાવતા નથી. વીમા કંપનીઓ વાહનના નવા રજિસ્ટ્રેશનના પેપર આપતા લોકોએ આગ્રહ કરવો પડે છે, બાદમાં કંપનીઓ ઈન્સ્યોરન્સ પેપરમાં નામ બદલે છે. જો આ પ્રક્રિયા પૂર્ણ કરી હોય તો વીમાનો ક્લેઇમ મળે છે નહીંતર કંપનીઓ કોઇપણ પ્રકારનો ક્લેઇમ આપવાની ના પાડી શકે છે.
 
ઇનવેલિડ ડ્રાઇવિંગ લાઈસન્સ
જ્યારે તમે કાર ખરીદો છો અથવા કાર ઈન્સ્યોરન્સ લો છો એ સમયે તમારી પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ અંગે પૂછવામાં આવતું નથી, પરંતુ માનવામાં આવે છે કે તમારી પાસે વેલિડ લાઈસન્સ હોવું જરૂરી છે. તેથી જ્યારે પર ક્લેઇમની જરૂર પડે છે ત્યારે વીમા કંપનીઓ સૌથી પહેલાં લાઈસન્સ માગે છે. જો તમારી પાસે વેલિડ લાઈસન્સ નહીં હોય તો તમારો ક્લેઇમ રદ કરી દેવામાં આવે છે. જો તમે કહો કે કાર તમારો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો, તો તેની પાસે પણ વેલિડ લાઈસન્સ હોવું જરૂરી છે. જો તેની પાસે પણ નહીં હોય તો ક્લેઇમ રદ થઇ શકે છે. 

 

કાર અથવા વાહનનો દૂરુપયોગ
જો તમે કાર તમારા અંગત ઉપયોગ માટે ખરીદી છે તો તે સુનિશ્ચિત કરો કે તેનો ઉપયોગ કોમર્શિયલ અથવા એવા કોઇ કામ માટે ન થતો હોય જે અંગત ઉપયોગના દાયરામાં આવતો ન હોય. જો એવું થતું હશે તો વીમા કંપનીઓ કોઇપણ પ્રકારનો ક્લેઇમ આપવાની ના પાડી શકે છે. તેવામાં ક્લેઇમ સમયે વીમા કંપનીએ એક સર્વે એજન્ટની નીયુક્તિ કરે છે. જે સંપૂર્ણપણે મામલાની તપાસ કરે છે. તેમાં કઇપણ છૂપાવી શકાતું નથી. તેવામાં વાહનનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતો હશે તો તે પકડાઇ જશે. 

 

ડ્રિંક કરીને વાહન ચલાવવું
જો આલ્કોહોલ અથવા અન્ય કોઇ કેફી પીણું પીને વાહન ચલાવી રહ્યો છો અને કોઇ અકસ્માત થાય છે તો વીમા કંપનીઓ કોઇપણ પ્રકારનો ક્લેઇમ પાસ કરશે નહીં. દરેક વીમા પોલીસીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે.