ઓક્ટોબરમાં લોન્ચ થઇ શકે છે નવી સેન્ટ્રો, રિવર્સ કેમેરા સહિતના હશે ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની બીજા નંબરની સૌથી વધુ સેલિંગ ધરાવતી કંપની હ્યુન્ડાઇ ઓક્ટોબર મહિના સુધીમાં સેન્ટ્રોને ભારતમાં લોન્ચ કરી શકે છે. આ કારને ઇઓન અને ગ્રાન્ડ આઇ10ની વચ્ચે સેટ કરવામાં આવશે. મીડિયા અહેવાલ અનુસાર એવુ માનવામાં આવી રહ્યું છે કે સેન્ટ્રોને 23 સપ્ટેમ્બરની આસપાસ લોન્ચ કરવામાં આવશે. કારણ કે ઓરિજિનલ સેન્ટ્રોની આ જ તારીખે 20મી એનિવર્સરી છે.

 

સેન્ટ્રોને 1998માં લોન્ચ કર્યા બાદ 2015માં તેને બંધ કરવામાં આવી હતી. ભારતમાં હ્યુન્ડાઇને લોકપ્રિય બનાવવામાં અને પગ જમાવવામાં સેન્ટ્રોનું ઘણું જ યોગદાન છે. ટોલબોય ડિઝાઇન સેન્ટ્રોની સાચી ઓળખ હતી. તાજેતરમાં હ્યુન્ડાઇ દ્વારા તેનું ઓનરોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેની તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે નવી સેન્ટ્રો પણ ટોલબોય લુક ધરાવતી હશે. 2018 હ્યુન્ડાઇ સેન્ટ્રોની કિંમત અંદાજે 3થી 5 લાખ રૂપિયાની વચ્ચે હશે. 

 

કેવું હશે ફીચર્સ
- નવી સેન્ટ્રોમાં 2.0 ડિઝાઇન ફિલોસોફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
- સેન્ટ્રો 2018માં નવી કાસકેડિંગ ફ્રન્ટ ગ્રિલ, ફોગ લેમ્પ્સ, એલોય વ્હીલ્સ, રિવર્સ કેમેરા અને એલઇડી ટેઇલ લેમ્પ્સ હશે.
- ઇન્ટિરિયરમાં બ્લેક કલરમાં પ્લાસ્ટિક ડેશબોર્ડ, સિલ્વર ટચ સેન્ટર કોન્સોલ અને ગિયર લિવર, થ્રી સ્પોક મલ્ટિ ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ હશે.
- ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરમાં સ્પીડોમીટર અને ટેકોમીટર હશે. ડ્યૂઅલ ટોન અપહોલ્સ્ટ્રે હશે.

 

એન્જિન સ્પેસિફિકેશન
- નવી સેન્ટ્રોમાં 1086 સીસી પેટ્રોલ એન્જિન હશે. જે 70 બીએચપી પાવર અને 100 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- ઉપરાંત 1.2 લિટર પેટ્રોલ એન્જિન ઓપ્શન પણ હોઇ શકે છે, જે 85 બીએચપી પાવર જનરટે કરવાની ક્ષમતા ધરાવે છે.
- કારમાં ફાઇવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન હશે, ઉપરાંત આ નવી હેચબેકમાં ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ ઓફર કરવામાં આવી શકે છે.