• Gujarati News
  • Utility
  • Automobile
  • લોન્ચ થઇ નવી ક્રેટા, જાણો કિંમત અને ફીચર્સ । Hyundai Launched New Creta 2018 Know Price And Feature

લોન્ચ થઇ નવી ક્રેટા, જાણો કિંમત અને ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇએ ભારતમાં પોતાની લોકપ્રીય એસયુવી ક્રેટના ફેસલિફ્ટ વેરિએન્ટને લોન્ચ કરી છે. કંપનીએ તેના પેટ્રોલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.43 લાખ રૂપિયાથી અને ડીઝલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.99 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટના ઇન્ટિરિયરને અપડેટ કરવામાં આવ્યું છે. સાથે જ તેમાં ડ્યૂઅલ ટોન પેઇન્ટ સ્કીમ અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

 

નવી ક્રેટામાં આપવામાં આવ્યા છે આ ફીચર્સ


નવી ક્રેટામાં નવી કાસગેડ ગ્રીલ, ક્રોમ બેજલ, નવા બમ્પર, ડ્યુઅલ ટોન ફિનિશ સ્કિડ પ્લેટ્સ સાથે, ફોગ લેમ્પ્સ, એલઇડી ડીઆરએલ્સ, બાય ફંક્શનલ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, પોઝિશનિંગ લેમ્પ, એલઇડી સાઇડ ઇન્ડિકેટર્સ, 17 ઇંચ ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ, શાર્ક ફિન એન્ટેના, સ્પોર્ટ્સ અપડેટેડ ટેલલેમ્પ્સ, ગ્લોસી એ પિલર, બે નવા ડ્યુઅલ ટોન પેઇન્ટ ઓપ્શન, સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, 6-વે પાવર્ડ ડ્રાઇવર સીટ્સ, સ્માર્ટ કી બેંડ, વાયરલેસ ફોન ચાર્જર, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક, સ્લાઇડિંગ ફ્રંટ આર્મરેસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ડ્રાઇવ સીટ, ક્રૂઝ કન્ટ્રોલ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, મિરરલિંક, iBlue ઓડિયો કંટ્રોલ એપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

 

કેવા છે સેફ્ટી ફીચર્સ


સેફ્ટીની વાત કરવામાં આવે તો હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટના ટોપ વેરિએન્ટમાં 6 એરબેગ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક વેરિએન્ટ્સમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યા છે. અન્ય ફીચર્સમાં HIVE બોડી સ્ટ્રક્ચર, ઇએસસી, વીએસએમ, હિલ એસિસ્ટ કંટ્રોલ, ફ્રન્ટ સીટબેલ્ટ પ્રી-ટેંશનર્સ, ઓટો ડિમિંગ આઇઆરવીએમ, ફ્રન્ટ સીટ બેલ્ટ, ઇમ્પેક્ટ સેન્સિંગ ઓટો ડોર અનલોક, લેન ચેન્જ ઇન્ડિકેટર, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક અને ઇમોબિલાઇઝર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.