• Gujarati News
  • Utility
  • Automobile
  • મારુતિ બલેનો કરતા સસ્તી છે હ્યુન્ડાઇની આ કાર, જાણો શું છે ખાસ । Hyundai Launched Cvt Automotic Version Of Elite I20

મારુતિ બલેનો કરતા સસ્તી છે હ્યુન્ડાઇની આ કાર, જાણો શું છે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની બીજા નંબરની ટોપ સેલિંગ કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ ઇન્ડિયાએ પોતાની બેસ્ટ કાર ઇલાઇટ આઇ20ના સીવીટી ઓપ્શનને લોન્ચ કર્યું છે. આ કારની સીધી લડાઇ મારુતિની બલેનો સીવીટી સાથે છે. આ પ્રીમિયમ હેચબેકનું ઓટોમેટિક મોડલ માત્ર કારના બે જ વેરિએન્ટમાં જોવા મળશે. એક મેગ્ના અને બીજું એસ્ટા. મેગ્ના વેરિએન્ટની કિંમત 7.04 લાખ રૂપિયા જ્યારે એસ્ટા વેરિએન્ટની કિંમત 8.16 લાખ રૂપિયા છે. આ સીવીટી કાર મારુતિ બલેનો કરતા થોડીક સસ્તી છે. મારુતિ બલેનોના સીવીટી વેરિએન્ટની કિંમત 7.10 લાખથી 8.40 લાખ રૂપિયા છે. 

 

એન્જિન સ્પેસિફિકેશન


નવી 2018 ઇલાઇટ આઇ20ના પેટ્રોલ એન્જિનમાં જ સીવીટી(ઓટોમેટિક ટ્રાન્સમિશન) ઓપ્શન આપવામાં આવ્યું છે. આ કારમાં 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 6000 આરપીએમમાં 83 પીએસ પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. પેટ્રોલ વેરિએન્ટમાં 5 સ્પીડ સીવીટી ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.