ભારતમાં સૌથી વધુ વેચાતી SUVને ટક્કર આપશે આ કાર, અંદરથી દેખાય છે આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જાણીતી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયા ભારતમાં પોતાની નવી કોમ્પેક્ટ એસયુવીને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. કિક્સ કોમ્પેક્ટ એસયુવી નિસાનની ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં લોન્ચ થનારી ફર્સ્ટ ઓલ ન્યૂ અને એફોર્ડેબલ કાર હશે. કારણ કે 3-4 વર્ષથી નિસાન પોતાની ડેટ્સન બ્રાન્ડને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહી હતી. કિક્સ કોમ્પેક્ટ એસયુવીને લોન્ચ કરીને નિસાન બ્રાન્ડમાં ફ્રેશનેસ લાવવાની કંપનીની યોજના છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કાર હાલ સૌથી વધુ વેચાતી એસયુવી હ્યુન્ડાઇ ક્રેટાને ફાઇટ આપશે. આ કારની કિંમત આ કારની કિંમત 9.5થી 14.5 લાખ રૂપિયાની વચ્ચે હશે એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 

 

B-Zero પ્લેટફોર્મ પર તૈયાર થઇ છે આ કાર


- નિસાનની કિક્સ B-Zero પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ જ પ્લેટફોર્મ પર રેનો ડસ્ટર અને કેપ્ચર જેવી એસયુવી બનાવવામાં આવી છે.
- સાઉથ અમેરિકામાં કિક્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં તેણે હ્યુન્ડાઇની ક્રેટાના મજબૂત સ્પર્ધા આપી છે. 
- દેખાવની વાત કરવામાં આવે તો આ કાર ભલે B-Zero પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી હોય પરંતુ લૂકના મામલે આ કાર કેપ્ચર અને ડસ્ટર કરતા ઘણી જ અલગ છે.

 

આવુ છે કિક્સ એસયુવીનું એન્જિન


- કિક્સમાં ડસ્ટર અને કેપ્ચર જેવું જ પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.
- આ એસયુવીમાં 1.5 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 104 બીએચપી પાવર અને 140 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. 
- આ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ઓટોમેટિક ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. 
- કિક્સમાં 1.5 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે. જે 108 બીએચપી પાવર અને 248 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- આ એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.
- આ કારની એવરેજની વાત કરવામાં આવે તો પેટ્રોલ 13kmpl અને ડીઝલ 20kmpl એવરેજ આપે છે.
- કિક્સ એસયુવીમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન છે, જોકે આ એસયુવીમાં ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન પણ આપવામાં આવી શકે છે. 

 

કાર અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....