તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Cretaએ i10 અને i20ને પાછળ છોડી, બની Hyundaiની સૌથી વધુ વેચાતી કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર્સની એસયુવી ક્રેટા કંપનીની સૌથી વધુ વેચાતી કાર બની છે. મે 2018માં ક્રેટાએ હ્યુન્ડાઇની પોપ્યુલર હેચબેક કાર્સ ગ્રાન્ડ આઇ10 અને એલિટ આઇ20ને વેચાણના મામલે પાછળ છોડી દીધી છે. હ્યુન્ડાઇ ક્રેટાના મે મહિનામાં 11,004 યુનિટ વેચાયા છે.

 

ક્રેટા અને વેર્નાએ વધારી હ્યુન્ડાઇની સેલ્સ


હ્યુન્ડાઇ મોટર્સે મે 2018માં ક્રેટાના 11,004 યુનિટ વેચ્યાછે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ક્રેટાના 8377 યુનિટ વેચાયા હતા. ક્રેટા ઉપરાંત સિડાન સેગમેન્ટમાં વેર્નાના 3801 યુનિટ વેચાયા છે. આ બન્ને કાર્સે કંપનીની સેલ્સ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

 

આઇ10 અને આઇ20નુ વેચાણ ઘટ્યું


મેમાં ગ્રાન્ડ આઇ10 અને એલિટ આઇ20ના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આઇ10ના 10,939 યુનિટ વેચાયા છે, ગયા વર્ષે આ સમયગાળામાં આઇ10ના 12,984 યુનિટ વેચાયા હતા. જ્યારે આઇ20ના આ વખતે 10664 યુનિટ વેચાયા છે. ગયા મહિના 10667 યુનિટ વેચાયા હતા. 

 

નવી ક્રેટાને 10 દિવસમાં મળ્યું  14,366


હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ વાઇ કે.કૂએ કહ્યું છેકે નવી 2010 ક્રેટાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મોર્ડન પ્રીમિયમ બ્રાન્ડ હોવાના કારણે નવી ક્રેટાના રૂપમાં શાનદાર અનુભવ આપવાનો પ્રયાસ કર્યો છે.