બસ 1 મિનિટની પ્રોસેસ, નવા જેવા ચમકવા લાગશે કારના ટાયર

ટાયરને વૉશ કરવામાં આવે તો તે ચોખ્ખા થઇ જતા હોય છે પરંતુ તેની ચમકમાં કોઇ ફર્ક પડતો નથી

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 03:37 PM
how to make shiny and super black tyres of car and bike

ઓટો ડેસ્કઃ આજના ભારતમાં કાર, બાઇક અથવા સ્કૂટર વગરનું ઘર કલ્પી શકાય તેમ નથી. દરેક ઘરે આ ત્રણમાંથી કોઇએક વાહન જરૂર હોય છે. આ વાહનો પર ધૂળની સાથે કીંચડ અથવા અન્ય કોઇ રીતે ડાઘા પડી જાય છે. જોકે તેને વૉશ કરવામાં આવે તો તે ચોખ્ખા થઇ જતા હોય છે પરંતુ તેની ચમકમાં કોઇ ફર્ક પડતો નથી. તેવામાં આજે અમે અહીં એવી ટિપ્સ અંગે જણાવી રહ્યાં છીએ જેને કરવાથી તમારું જૂનું ટાયર પણ નવા જેવું ચમકવા લાગશે.

કારને પહેલા આ રીતે કરો ચોખ્ખી


વ્હીકલને વૉશ કરતી વખતે શેમ્પુમાં એક પોકેટ ઇનોને પણ ભેળવો. કારણ કે ઇનો વ્હીકલ અને ટાયર પર લાગેલા ડાઘા અથવા અન્ય મેલને ફૂલાવી દે છે. જેનાથી તે સરળતાથી સાફ થઇ જાય છે. વૉશ કરતી વખતે એ વાતને ધ્યાનમાં રાખો કે ટાયર પર કોઇપણ પ્રકારનો મેલ અથવા અન્ય વસ્તુઓ રહે નહીં. વ્હીકલનું પાણી જ્યારે સુકાઇ જાય ત્યારે તેના પર શાઇનિંગ સ્પ્રે અથવા પૉલિશનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી વ્હીકલ ચમકવા લાગે છે. જોકે આ સ્પ્રેનો ઉપયોગ ટાયર પર કરી શકાતો નથી. તેવામાં ટાયરને ચમકાવવા માટે બીજી પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે છે.આગળની સ્લાઇડ્સમાં વાંચો કાર અથવા બાઇકના ટાયરને ચમકાવવા માટે શું કરવું પડશે?...

how to make shiny and super black tyres of car and bike

ટાયરને ચમકાવવા માટે માર્કેટમાં ટાયર ડ્રેસર (Tyre Dresser) નામની પૉલિશ આવે છે. 260 રૂપિયામાં  250mlનું પોકેટ અથવા બોટલ ખરીદી શકાય છે. જેનો 10 વાર સરળતાથી ઉપયોગ કરી શકાય છે. બાઇક માટે તેનો 15 વાર ઉપયોગ કરી શકાય ચે. આ પૉલિશનો ઉપયોગ ટાયરને સારી રીતે સાફ કરવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ટાયર ભીના ન હોય.

X
how to make shiny and super black tyres of car and bike
how to make shiny and super black tyres of car and bike
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App