• Home
  • Automobile
  • how to know manufacturing date of bike tyres, important things of tyres

આ રીતે જાણી શકો છો ટાયર કેટલું જૂનું છે, બાઇકના ટાયરની ધ્યાનમાં રાખવા જેવી વાતો

how to know manufacturing date of bike tyres, important things of tyres

divyabhaskar.com

Sep 04, 2018, 05:46 PM IST

ઓટો ડેસ્કઃ સામાન્ય રીતે બાઇકના ટાયર પર ત્યારે ધ્યાન પડે છે, જ્યારે તે ઘસાઇ ગયું હોય. જોકે આ બેદરકારી માત્ર બાઇકના પરફોર્મન્સને જ નથી પ્રભાવિત કરતી પરંતુ કોઇ ગંભીર અકસ્માતને પણ આમંત્રિત કરે છે. તેવામાં બાઇકના ટાયર્સનું ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે. આજે અમે અહીં બાઇકના ટાયર ક્યારે બદલવા જોઇએ, ટાયર પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ.

ટાયર સાથે જોડાયેલી મહત્વની વાતો
- ટાયર રબ્બરના બનેલા હોય છે, જે ઓર્ગેનિક મટિરિયલ હોય છે. સારા રબ્બરમાંથી બનેલા ટાયર એવરેજ પાંચથી સાત વર્ષ ચાલે છે.
- તેમને બદલવાનો યોગ્ય સમય એ છે જ્યારે આખા ટાયર પર 1.59mm ટ્રેડ વધી હોય.
- ટાયર પર ઉપસી આવેલી ડિઝાઇનર આઉટર લેયરને ટ્રેડ કહેવામાં આવ્યા છે.
- ટાયર કેટલા જૂના છે તેની જાણ મેન્યુફેક્ચરિંગ ડેટ પરથી પણ લગાવી શકાય છે. આ માહિતી ટાયરની સાઇડવોલ પર લખેલી હોય છે.
- આ માહિતી ચાર અંકોના કોડમાં આપવામાં આવે છે. જેમકે ટાયર પર 0717 લખેલું હોય તો તેનો અર્થ ટાયર 2017ના 07માં અઠવાડિયામાં બનેલા છે.
- બાઇકના ટાયર પ્રેશરની વાત કરીએ તો બાઇક કેવા પ્રકારની છે એ જોઇને તેના ટાયરનું પ્રેશર સેટ કરવું જોઇએ, તેમ છતાં એન્ટ્રી લેવલની બાઇકની વાત કરીએ તો તેમાં 25 psi(ફ્રન્ટ) અને 29psi(રિયર)માં હોવું જોઇએ. તમારી બાઇક પ્રમાણે ટાયર પ્રેશર જોવા માટે ઓનલાઇન અનેક વેબસાઇટમાં તેની સુવિધા હોય છે.

ટાયર પસંદ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ
- સિટીમાં બાઇક ચલાવનારા માટે રેડિયલ ટાયર શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની બનાવટના કારણે તે રસ્તા પરની ગરમીને સહન કરી શકે છે. આવા ટાયરની અંદર રબ્બરની નીચે સ્ટીલની પાતળી પરત હોય છે.
- જો કંપની તરફથી બાઇકમાં ટ્યૂબવાળા ટાયર આપવામાં આવ્યા હોય. તો તેમાં ટ્યૂબલેસ ટાયર ન નંખાવા જોઇએ. આમ કરવાથી હવા લીક થવાની શક્યતા રહે છે.
- પાછળનું ટાયર વધારે મજબૂત ગ્રીપવાળું પસંદ ન કરવું જોઇએ, આમ કરવાથી આગળ અને પાછળના ટાયર વચ્ચે સંતુલન જળવાતું નથી.

X
how to know manufacturing date of bike tyres, important things of tyres
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી