એજ્યુકેશન ડેસ્કઃ છેલ્લા કેટલાક વર્ષોથી હોટલ ઇન્ડસ્ટ્રીમાં ઘણો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે આ ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તકોમાં પણ વધારો નોંધાયો છે. આ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ ફિલ્ડમાં ડિગ્રી ધરાવતા લોકોની ઉણપ છે. જેના કારણે કોઇ સારી ઇન્સ્ટિટ્યૂટથી આ કોર્સ કર્યા બાદ મિડલથી લઇને હાયર લેવલ સુધીની નોકરી મળી શકે છે.
કેવા પ્રકારના હોય છે કોર્સ
હોટલ મેનેજમેન્ટ સંબંધિત અનેક કોર્સ હોય છે. જેમ કે, બેચરલ ઓફ હોટલ મેનેજમેન્ટ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી. આ ઉપરાંત ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ, સર્ટિફિકેટ ઇન હોટલ મેનેજમેન્ટના કોર્સ પણ હોય છે. ગ્રેજ્યુએશન બાદ MSc ઇન હોટલ મેનેજમેન્ટ, MBA ઇન હોટલ મેનેજમેન્ટ, PG ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટના કોર્સ પણ કરી શકાય છે.
ક્રાઇટએરિયા
કોઇપણ સ્ટ્રીમનો સ્ટૂડન્ટ આ કોર્સ કરી શકે છે. હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા જેવા કોર્સ કરવા માટે 12માં ધોરણમાં કોઇપણ સ્ટ્રીમમાં 45થી 50 ટકા માર્ક હોવા જોઇએ.
આગળની સ્લાઇડ્સમાં વાંચો હોટલ મેનેજમેન્ટ કોર્સ સાથે જોડાયેલી કેટલીક જાણીતી ઇન્સ્ટિટ્યૂટ્સ અંગે....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.