• Gujarati News
  • Utility
  • Automobile
  • ભારતમાં લોન્ચ થશે હોન્ડાની આ કાર, જાણો શું હશે ખાસ । Honda Will Launch Jazz Facelift In India

ભારતમાં લોન્ચ થશે હોન્ડાની આ કાર, જાણો શું હશે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ આ વર્ષના અંત સુધીમાં જાણીતી કાર નિર્માતા કંપની હોન્ડા કાર ઇન્ડિયા પોતાની હેચબેક કાર ઝેજના ફેસલિફ્ટ વેરિએન્ટને લોન્ચ કરી શકે છે. કંપની આ અપગ્રેટેડ વર્ઝનને કેટલાક આંતરરાષ્ટ્રિય માર્કેટમાં હાલ વેચી રહી છે. ઇક્વિપમેન્ટમાં કેટલાક માઇનોર અપડેટ કરીને એક્સ્ટેરિયર પ્રોફાઇલને ચેન્જ કરવામાં આવી છે. જેમકે ફ્રન્ટ અને બેકના બમ્પર્સને રિડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હોન્ડાની નવી Digipad 2.0 ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ કારમાં આપવામાં આવી શકે છે. આ કારમાં નવું 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે અને આ કારની એવરેજ 18.52 કિ.મી. પ્રતિ લિટરની આસપાસ હશે. 

 

કેટલી હશે કિંમત


હોન્ડાએ સૌપ્રથમ જેઝના ફેસલિફ્ટ વર્ઝનને યુરોપિયન માર્કેટમાં લોન્ચ કર્યું હતું. તેમજ આ કારને ઓટો એક્સપો 2018માં પણ શોકેસ કરી હતી. આ કારની કિંમત હાલના મોડલ કરતા થોડીક વધારે હોઇ શકે છે. પેટ્રોલ વેરિએન્ટની કિંમત 6થી 9.5 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. જ્યારે ડીઝલ વેરિએન્ટની કિંમત 7થી 10 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. 

 

એન્જિન સ્પેસિફિકેશન


જેઝ ફેસલિફ્ટમાં 1.5 લિટર આઇવીટીસી પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. એન્જિન ઓપ્શનની વાત કરીએ તો આ કારમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. 1.2 લિટર એન્જિન 87 બીએચપી પાવર અને 110 એનએમ ટોર્ક જ્યારે 1.5 લિટર એન્જિન 118 બીએચપી પાવર અને 145 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. 1.2 લિટર એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ અને સીવીટી જ્યારે 1.5 લિટર એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ટ્રાન્સમિશન ઓપ્શન આપવામાં આવી શકે છે. ડીઝલ વેરિએન્ટમાં 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન હશે જે  99 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવી શકે છે. એવરેજની વાત કરીએ તો પેટ્રોલ એન્જિન 18.52 KMPL જ્યારે ડીઝલ એન્જિન 27.3 KMPLની એવરેજ આપશે. 

 

કાર્સ અંગે વધુ જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....