• Gujarati News
  • Utility
  • Automobile
  • 300 Kmની એવરેજ આપશે હોન્ડા જેઝ, જાણો ક્યારે થશે લોન્ચ । Honda Will Launch Jazz Electric Vehicle In 2020 With 300 Km Range

300 kmની એવરેજ આપશે હોન્ડા જેઝ, જાણો ક્યારે થશે લોન્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ વિશ્વભરમાં હાલ ઇલેક્ટ્રિક કાર્સના નિર્માણ પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ હવે ઇલેક્ટ્રિક કારને પ્રાધાન્ય આપે તેવી સ્કીમ સરકાર તરફથી લોન્ચ કરવામાં આવી છે. ત્યારે વિશ્વની જાણીતી કાર નિર્માતા કંપની હોન્ડા કાર્સ ટૂંક સમયમાં ગ્લોબલ ઇલેક્ટ્રિક માર્કેટમાં એન્ટ્રી મારવા જઇ   રહી છે. કંપની પોતાની નવી ઇવીને 2020માં વિશ્વ ફલક પર લોન્ચ કરશે. એક અહેવાલ અનુસાર હોન્ડાની નવી ઇવી જેઝ મોડલ પર પ્રેરિત હશે. અને આ કારની રેન્જ 300 કિ.મી.ની હશે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ કારને ચીન સહિતના વૈશ્વિક બજારમાં 2020ના પ્રથમ ભાગમાં વેચાણ અર્થે મુકવામાં આવશે. હાલ હોન્ડાના ઇલેક્ટ્રિક વ્હીકલમાં પેનાસોનિક અને જીએસ યુઆસા બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

 

આટલી હશે કારની કિંમત


- હોન્ડાની નવી ઇલેક્ટ્રિક કારમાં બેટરી પણ નવી હશે. એ માટે કંપનીએ ચીનની કોન્ટેમ્પરર એમપેરેક્સ ટેક્નોલોજી સાથે કરાર કર્યો છે. 
- હજુ સુધી એ જાણી શકાયું નથી કે નવી હોન્ડા ઇવીની ડિઝાઇન પણ એકદમ ફ્રેશ હશે કે જેઝ જેવી જ હશે. 
- હોન્ડા જેઝ બેસ્ડ ઇવીની કિંમત 24 હજાર ડોલર એટલે કે 16.36 લાખ રૂપિયાની આસપાસ હશે. 
- નવી ઇવીનું પ્રોડક્શન શરૂ થયા બાદ કંપની આશા રાખી રહી છે કે વર્ષમાં 10 હજાર જેઝ ઇવીનું વેચાણ કરવામાં આવશે. 

 

હોન્ડાની એકમાત્ર ઇવીનું થઇ રહ્યું છે વેચાણ


- હોન્ડાએ બેઇજિંગ મોટર શોમાં HR-V SUV બેસ્ડ ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર શોકેસ કરી હતી. આ કારને ચીનમાં આ જ વર્ષે લોન્ચ કરવામાં આવશે. 
-  હાલના સમયે હોન્ડાની માત્ર એક જ ઇલેક્ટ્રિક કારનું વેચાણ થઇ રહ્યું છે યુએસમાં ક્લેરિટી ઇવીનું કંપની દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. 
-  આ કારને કેલિફોર્નિયન લો પ્રમાણે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવી છે. 
- આ કારમાં 25.5 kWh બેટરી પેક છે. જે 300 એનએમ ટોર્ક જનરેટ કરે છે અને તેની રેન્જ 129 કિ.મી.ની છે.


આગળની સ્લાઇડ્સમાં વાંચો ભારતમાં ક્યારે થશે લોન્ચ