Divya Bhaskar

Home » Automobile » Honda two wheeler offers free service and exchange benefit for customers in Kerala

કેરળના પૂર પીડિતો માટે હોન્ડાએ શરૂ કરી મફત સર્વિસ અને એક્સચેન્જ ઓફર

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 03:58 PM

પૂર પીડિતોના વાહનને રિપેર કરવા માટે હોન્ડાની સર્વિસ વેન કરશે મદદ

  • Honda two wheeler offers free service and exchange benefit for customers in Kerala

    ઓટો ડેસ્કઃ કેરળમાં વિનાશક પૂર આવ્યું છે, જેના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. પૂર પ્રભાવિત કેરળના પુનઃનિર્માણમાં યોગદાનના પ્રયાસના ભાગરૂપે હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રાજ્યમાં હોન્ડાના તમામ ટૂ-વ્હીલર ગ્રાહકો માટે મફત સર્વિસ અભિયાન અને સ્પેશિયલ એક્સચેન્જ ઓફરની જાહેરાત કરી છે.

    ઓફર લિમિટેડ સમય માટે
    કંપની તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર કેરળના અધિકૃત ડીલર નેટવર્ક પીડિતોની મદદ માટે સક્રિય થઇ ગયું છે. કંપની આ ગ્રાહકો માટે લેબર ફી અને એન્જિન ઓઇલ સુધીનો ખર્ચ ઉઠાવશે. આ ઓફર લિમિટેડ સમય માટે છે. આ ઉપરાંત કંપની એ ગ્રાહકો માટે 2 હજાર રૂપિયા સુધીની સ્પેશિયલ એક્સચેન્જ બોનસ સ્કીમ પણ રજૂ કરી છે, જે પૂરમાં ખરાબ થઇ ગયેલા વાહનોને હોન્ડાના નવા વાહનો સાથે એક્સચેન્જ કરવા માગે છે.

    શું કહેવું છે કંપનીનું
    કંપનીના સીઇઓ મિનોરુ કાટોનું કહેવું છે કે, કેરળમાં સદીનું સૌથી વિનાશક પૂર આવ્યું છે. જેના કારણે રાજ્ય મોટી આપદામાંથી પસાર થઇ રહ્યું છે. હોન્ડા રાજ્યના લોકોની મદદ માટે પ્રતિબદ્ધ છે, જેથી તેમનું જીવન ફરી એકવાર સામાન્ય થઇ શકે. હોન્ડાનું આ યોગદાન રાજ્યના સ્થાનિક લોકોના જીવનને પાટા પર લાવવા માટે મદદરૂપ સાબિત થશે.

    મળતી માહિતી પ્રમાણે ગ્રાહક પોતાના વાહનની નિઃશુલ્ક તપાસ માટે હોન્ડાના નજીકના અધિકૃત નેટવર્કનો સંપર્ક કરી શકે છે. માત્ર કેરળ જ નહીં પરંતુ તેની આસપાસના રાજ્યોમાં હોન્ડાની મોબાઇલ સર્વિસ વેન્સ અને પ્રશિક્ષિત ટેક્નિશિયન પૂર પીડિત વાહનોને ઠીક કરવામાં મદદ કરશે. ગ્રાહક હોન્ડાના ટોલ ફ્રી કસ્ટમર કેર નંબર પર ફોન કરીને પોતાના પૂરગ્રસ્ત વાહનની સર્વિસ માટે બુકિંગ કરાવી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending