ઓટો ડેસ્કઃ જાપાનની કાર નિર્માાત કંપની હોન્ડાએ પોતાની ફ્લેગશિપ કાર અમેઝના સેકન્ડ જનરેશન વર્ઝનને લોન્ચ કર્યું છે. પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં લોન્ચ થયેલી આ કારની પ્રારંભિક કિંમત 5.59 લાખ રૂપિયા એક્સશોરૂમ છે. કંપનીએ આ કારને 4 વેરિએન્ટ E, S, V, VXમાં લોન્ચ કરી છે. પેટ્રોલ વર્ઝન માટે 5.59 લાખથી લઇને ટોપ મોડલમાં 7.99 લાખ રૂપિયા સુધીની રેન્જ છે. જ્યારે ડીઝલમાં 6.69 લાખથી 8.99 લાખ રૂપિયાની રેન્જ મળી શકે છે. એવરેજની વાત કરીએ તો પેટ્રોલ વેરિએન્ટ 19.5 KMPL અને ડીઝલ વેરિએન્ટ 27.4 KMPLની એવરેજ આપે છે.
21 હજારમાં બુક કરાવી શકો છો આ કાર
હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ. દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સેકન્ડ જનરેશન અમેઝની બુકિંગ કંપનીની તમામ ઓથોરાઇઝ્ડ ડીલરશિપમાં 21 હજાર રૂપિયામાં કરાવી શકાય છે. કંપનીએ તેની પ્રી બુકિંગ શરૂ કરી દીધી છે અને એક ખાસ ઓફર પણ આપી છે. જે અનુસાર કારને બુક કરાવનાર પ્રથમ 20 હજાર ગ્રાહકોનો આ કાર જે કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે, તેના કરતા 50 હજાર રૂપિયા સસ્તી મળશે.
જૂની કારની સરખામણીએ મળશે વધારે સ્પેસ
કંપનીએ નવી અમેઝમાં ઇન્ટિરિયર સ્પેસનું ખાસ ધ્યાન રાખ્યું છે. કારની આગળ અને પાછળ બન્ને તરફ લેગ સ્પેશ મળશે. સાથે જ વ્હીલબેઝને વધારીને કંપનીએ નવી અમેઝમાં ની-રૂમ પણ વધાર્યું છે. ખાસ કરીને પાછળની સીટ પર બન્ને તરફથી સ્પેસ વધારીને જૂની ફરિયાદને દૂર કરી છે. નવી અમેઝની સીધી ટક્કર સિડાન સેગમેન્ટમાં ડિઝાયર, હ્યુન્ડાઇ એક્સેન્ટ, ટાટા ટિગોર અને ફોર્ડ એસ્પાયર અપલિફ્ટ સાથે થશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો આવા છે ફીચર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.