હોન્ડાએ લોન્ચ કરી City Edge એડિશન, 9.75 લાખની કારમાં છે 4 નવા ફીચર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારતમાં પોતાની સફળ સિડાન કાર સિટીના સ્પેશિયલ એડિશન વેરિએન્ટને લોન્ચ કર્યું છે. જેને કંપનીએ City Edge એડિશન નામ આપ્યું છે. આ એડિશન સીવી વેરિએન્ટ બેસ્ડ છે. સીવી વેરિએન્ટ સિટીનું મોસ્ટ એફોર્ડેબલ ડીઝલ વેરિએન્ટ છે, તેમજ પેટ્રોલ એન્જિન ધરાવતું સેકન્ડ બેઝ વેરિએન્ટ મોડલ છે. 

 

સ્પેશિયલ એડિશનની કિંમત
હોન્ડા સિટી SV MT Edge (પેટ્રોલ) - 9.75 લાખ રૂપિયા
હોન્ડા સિટી  SV MT Edge (ડીઝલ) - 11.10 લાખ રૂપિયા


શું છે નવું
- કારમાં સ્પેશિયલ એડિશન એમ્બલમ
- 15 ઇંચ ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ
- IRVM ડિસપ્લે સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા
- રિયર પાર્કિંગ સેન્સર્સ

 

નવી એડિશન હોન્ડા સિટીના અન્ય ફીચર્સ
- નવી એડિશન હોન્ડા સિટીમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, Isofix ચાઇલ્ડ સીટ એન્કર્સ, ડે-નાઇટ IRVM આપવામાં આવ્યા છે.
- આ ઉપરાંત એલઇડી ડીઆરએલ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ(રિયર વેન્ટ્સ સાથે) છે.
- કારમાં ક્રૂઝ કંટ્રોલ, ઇન્ટિગ્રેટેડ મ્યૂઝિક સિસ્ટમ આપવામાં આવી છે.
- અન્ય મહત્વના ફીચર્સમાં ઇલેક્ટ્રિકલ અને ફોલ્ડેબલ ORVMs, હાઇટ એડ્જસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ટિલ્ટ એડ્જસ્ટેબલ સ્ટીયરિંગ જેવા ફીચર્સ છે.

 

એન્જિન સ્પેસિફિકેશન
- નવી હોન્ડા સિટીમાં 1.5 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જન છે. 
- i-VTEC પેટ્રોલ એન્જિન 119 પીએસ પાવર અને 145 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. 
- i-DTEC ડીઝલ એન્જિન 100 પીએસ પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- પેટ્રોલ વેરિએન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ સીવીટી ટ્રાન્સમિશન ઓપ્શન છે.
- ડીઝલ વેરિએન્ટમાં માત્ર 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન જ આપવામાં આવ્યું છે.