ન્યૂ બાઈક / હોન્ડાએ CBR650R લોન્ચ કર્યું, કિંમત રૂપિયા 7.70 લાખથી શરૂ

Honda launched CBR650R,Price starts from Rs 7.70 lakh
X
Honda launched CBR650R,Price starts from Rs 7.70 lakh

  • ઉત્તમ પર્ફોર્મન્સ માટે હાઈ રેવિંગ ફોર સીલિન્ડર એન્જિન આપ્યુ છે
  • આ બાઈક બે વાઇબ્રન્ટ કલર રેડ અને બ્લેક મેટલિકમાં ઉપલબ્ધ થશે 

Divyabhaskar.com

Apr 23, 2019, 03:13 PM IST
ઓટો ડેસ્ક. હોન્ડાએ તેનું લેટેસ્ટ સ્પોર્ટ્સ મિડલવેઇટ મોડલ નવું CBR650R ભારતમાં લોન્ચ કરી દીધુ છે. જેની પ્રારંભિક કિંમત રૂપિયા 7.70 લાખમાં રાખવામાં આવી છે. તેના લોન્ચિંગથી રેસ ટ્રેક્સનાં શોખીનો માટે રોમાંચ માણવાની પ્રતિક્ષાનો આખરે અંત આવી ગયો છે. નવું CBR650R પાવરફૂલ 649સીસી લિક્વિડ કૂલ્ડ ફોર સિલિન્ડર, ડીઓએચસી 16-વાલ્વ એન્જિનથી સજ્જ છે. જે હાઈ ટ્યુન પર્ફોર્મન્સને વધારે છે.

નવા બાઈકની ખાસિયતો

બાઈકના લોન્ચિંગને લઈ હોન્ડા સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ સીનિયર વાઇસ પ્રેસિડન્ટ યાદવિન્દર સિંહ ગુલેરિયાએ જણાવ્યુ કે, “હજુ ગયા અઠવાડિયે જ ભારતમાં નવા પ્રીમિયમ બિગ બાઇક બિઝનેસ વર્ટિકલ હોન્ડા બિગવિગની જાહેરાત કરી હતી. CBR650R હોન્ડા બિગવિગ હેઠળ મોડલ લાઇન અપનું વેચાણ અને સર્વિસ મજબૂત કરશે. હોન્ડાની રેસિંગ કુશળતા સાથે સ્પોર્ટી અને પાવરફૂલ પર્ફોર્મન્સ આપતુ નવું CBR650R બાઈક યુવાનોને નવો રોમાંચ આપશે.”
2. કુલ નિયંત્રણ
ઝડપી ડાઉનશિફ્ટિંગથી સરળ નિયંત્રિત કન્ટ્રોલ કોર્નર એન્ટ્રી સુધી આસિસ્ટ ક્લચ CBR650Rનો રોમાંચ પ્રદાન કરે છે. હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ (એચએસટીસી) પાછળનાં વ્હીલનું ટ્રેક્શન જાળવે છે. રાઇડર પસંદગી અનુસાર સ્વિચ ઓફ થઈ શકશે.
3. શાર્પ ચેસિસ
હાઇ રેવિંગ સ્પોર્ટ્સ મશીન ટર્ન તરીકે CBR650Rની ચેસિસ એનાં અગાઉનાં વર્ઝનથી 6 કિલો ઓછું વજન ધરાવે છે. જે ઝડપી સાઇડ-ટૂ-સાઇડ સ્ટીઅરિંગ ગુણવત્તા ધરાવે છે. નવુ એડજસ્ટેબલ 41 એમએમ શોવા સેપરેટ ફોર્ક ફંક્શન (એસએફએફ) યુએસડી ફોર્ક સસ્પેન્શન ધરાવે છે.
4. બ્રેકિંગ વધારે
રેસ માટે સજ્જ CBR650R બ્રેકિંગ વધારવાની સાથે સરળતાથી ઊભી રહી જવાની સુવિધા પણ આપે છે. ડ્યુઅલ રેડિયલ-માઉન્ટ કેલિપર્સ બેલેન્સ સુધારવા માટે સિંગલ-પિસ્ટન રિઅર કેલિપરને અનુકૂળ છે. ડ્યુઅલ ચેનલ એબીએસ ભીના કે સૂકા વાતાવરણાં સરળ નિયંત્રણ જાળવે છે.
5. રોઅરિંગ વાઇલ્ડ
4 એક્ઝોસ્ટ ડાઉનપાઇપ એન્જિન બાઇકને સારી સ્પીડ આપે છે. ખાસ કરીને ડિઝાઇન કરેલ મફલર વીજળી જેવી સ્પીડ આપે છે. જેથી રાઇડરને દરેક સવારીમાં ફ્લેગ ઓફ સાથે જ જબરદસ્ત સ્પીડ પકડવામાં મદદ મળે છે.
6. ફાયરબ્લેડ ડીએનએ બ્લીડિંગ પેશન
ફાયરબ્લેડથી પ્રેરિત CBR650R શાર્પ, આક્રમક લાઇન્સ અને એક્ષ્ટેન્ડેબલ સાઇડ ફેરિંગ્સ પ્લસ સુપર-શોર્ટ રિઅર સેક્શન સાથે નવી સ્ટાઇલ ધરાવે છે. ફાયરબ્લેડ જેવા નેરો ડ્યુઅલ હેડલેમ્પ સાથે આધુનિક ફૂલ LED લાઇટિંગ અને ડિજિટલ LCD ડિસ્પ્લે એનાં બોલ્ડ લૂકને વધુ આકર્ષક બનાવે છે. આગળનો વ્યૂ સંપૂર્ણપણે સ્પોર્ટ્સ બાઈક જેવો છે. ટોપ યોકની નીચે હેન્ડલબાર ક્લિપ-ઓન અને ઇન્સ્ટ્રુમેન્ટ ગીઅર પોઝિશન અને શિફ્ટ અપ ઇન્ડિકેટર ધરાવે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી