ઓટો ડેસ્કઃ ભારતીય માર્કેટમાં પેટ્રોલથી ચાલતા બાઇકની મોટી રેન્જ છે. જે પાવરફુલ એન્જિન સાથે દમદાર એવરેજવાળી અલગ-અલગ કેટેગરીમાં આવે છે. જ્યારે હીરો મોટો કોર્પે 2014માં એક એવી બાઇક બનાવી છે, જે ડીઝલથી ચાલે છે. કંપનીએ હજુ સુધી તેને લોન્ચ કરી નથી, પરંતુ તેના પ્રોજેક્ટ ‘RNT’ પર કામ ચાલી રહ્યું છે. આ બાઇકની ખાસ વાત એ છે કે તે ડીઝલ અને બેટરીથી પણ ચાલશે.
હીરો કંપનીનો પ્રોજેક્ટ છે ‘RNT’
- આ બાઇકને હીરો કંપનીએ ડિઝાઇન કરી છે. કંપનીએ જાન્યુઆરી 2014માં RNT ડીઝલ હાઇબ્રિડ બાઇકની પહેલી ઝલક દેખાડી હતી.
- બાઇકમાં ડીઝલની સાથે બેડરી મોડ પણ આપ્યું છે. એટલે કે બાઇકને બેટરીથી પણ ચલાવી શકાય છે.
- આ બાઇકમાં 150 સીસીનું લિક્વિડ-કૂલ્ડ ટર્બો ચાર્જ્ડ એન્જિન છે, જે ઓપ્શનલ ટર્બોચાર્જર સાથે આવે છે.
- કંપની બાઇકમાં ફ્લેટ લોડિંગ સરફેસ, મલ્ટીયૂઝ ફોલ્ડિંગ સાઇડ રેક, આરામદાયક સીટ અને સ્પેશિયસ ફૂટબોર્ડ જેવા ફીચર્સ આપશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો જનરેટરનું પણ કરશે કામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.