ઓટો ડેસ્કઃ વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતની જાણીતી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. તો કેટલીક કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વેંચી પણ રહી છે. વાત ભારતની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપનીની કરીએ તો હીરો મોટો કોર્પની ઇલેક્ટ્રિક શાખા હીરો ઇલેક્ટ્રિક ભારતમાં ટૂંક સમયમાં નવું હાઇ સ્પીડ ઇ સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ પોતાની આ નવી પ્રોજેક્ટ્સના પરફોર્મન્સ અને રેન્જ બન્ને પર ખાસ કામ કર્યું છે. હીરો ઇલેક્ટ્રિકે તેને AXLHE-20 કોડનેમ આપ્યું છે. કંપની પોતાના આ સ્કૂટરને તેની હાઇ સ્પીડ સીરિઝ Nyx, Photon અને Photon 72 Vમાં મુકશે.
કેટલી છે તેની રેન્જ અને ટોપ સ્પીડ
એક જાણીતી વેબસાઇટના અહેવાલ અનુસાર AXLHE-20માં 4 હજાર વોટની મોટર છે, જે અંદાજે 6 હજાર વોટનો પીક પાવર જનરેટ કરી શકે છે. જેના કારણે આ સ્કૂટરની ટોપ સ્પીડ 85 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેશે. આ ઉપરાંત આ સ્કૂટરને એકવાર ચાર્જ કર્યા બાદ તે 100 થી 110 કિ.મી.ની એવરેજ(રેન્જ) આપી શકશે.
આવા હશે નવા સ્કૂટરના ફીચર્સ
હીરો ઇ સ્કૂટરમાં બ્લૂટૂથ થકી મોબાઇલ કનેક્ટિવિટી પણ કરી શકાશે. ઉપરાંત ડેડિટેકેટેડ મોબાઇલ એપ થકી સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન સપોર્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ કોન્સોલ પણ મળશે. આ સ્કૂટરનું બેટરી પેક એવું છે કે તેને 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.