હીરોએ લોન્ચ કરી સસ્તી બાઇક, કિંમત 37,400

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે 100 સીસીની સસ્તી બાઇક ભારતમાં લોન્ચ કરી છે. 2017માં એચએફ ડ્વોનને પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ નવા એન્જિન બીએસ-4 અને નવા અપડેટ સાથે ફરી ભારતીય બજારમાં ઉતારી છે. નવી 2018 એચએફ ડ્વોનની કિંમત એક્સ શોરૂમ ઓરિસ્સા 37,400 છે. હાલના સમયમાં આ બાઇક માત્ર ઓરિસ્સામાં જ મળશે અને ત્યારબાદ તેને સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવશે. નવી હીરો એચએફ ડ્વોનમાં બે નવા કલર આપવામાં આવ્યા છે, રેડ અને બ્લેક. નવી બાઇકમાં બ્લેકઆઉટ એન્જિન, ટેઇલ સેક્શન, હેડલાઇટ બેઝલ, શોક એબ્સોર્બર્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 

 

એન્જિન સ્પેસિફિકેશન


એન્જિનઃ 97.2 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જિન
પાવરઃ 8.36 Ps @ 8000 rpm
ટોર્કઃ 8.05 Nm @ 5000 rpm
એવરેજઃ 68 કિ.મી. પ્રતિ લિટર

 

બાઇકના ફિચર્સ


130 એમએમ ડ્રમ બ્રેક(ફ્રન્ટ) અને 110 એમએમ ડ્રમ બ્રેક(રિયર)
સ્પોક્ડ વ્હીલ, ફ્રન્ટ ફોર્ક્સ
સિંપલ ટેન્ક ડિઝાઇન, સ્ટીર ગ્રેબ રેઇલ
રાઉન્ડ હેડલેમ્પ
બ્લેક આઉટ એન્જિન, ડ્રમ, લેગ ગાર્ડ

 

બાઇકની તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...