આ E-Bike 7 રૂપિયામાં ચાલે છે 100 Km, કિંમત માત્ર 27 હજાર રૂપિયા

Hero EZephyr cheapest e-bike in india

divyabhaskar.com

Sep 10, 2018, 03:09 PM IST

ઓટો ડેસ્કઃ સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ તરફથી પહેલા ગ્લોબલ મોબિલિટી સમિટ(MOVE)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશની મોટી કંપનીઓએ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રમોટ કરવાની વાત કરી. સાથે જ તેમણે સરકારને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર સ્પષ્ટ પોલિસી બનાવવાની વાત પણ કરી. આ દરમિયાન કાર્સથી લઇને ઇ બાઇક્સ સુધીની પ્રોડક્ટ રજૂ કરવામાં આવી. હીરો મોટર્સે પોતાની હાલની ઇ-બાઇકને શોકેસ કરી.

હીરો સાઇકલ્સે બજારમાં સૌથી સસ્તી ઇ-બાઇક EZephyr લોન્ચ કરી છે, જેની કિંમત 27 હજાર રૂપિયા છે, જેને ચલાવવાનો ખર્ચ પ્રતિ 100 કિ.મી. 7 રૂપિયા છે. જે એક બાઇક ચલાવવાના ખર્ચનો 50મો ભાગ છે.

EZephyrના સ્પેસિફિકેશન
હીરો EZephyr માર્કેટમાં વેચાતી સૌથી સસ્તી ઇ-બાઇક છે. આ ઇ-બાઇકમાં 7 ગિયર છે અને તેનું વજન 16 કેજી છે. આ ઉપરાંત EZephyrના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક છે. તેની ફ્રેમ સાઇઝ 18 ઇંચ અને તેમાં પ્લાસ્ટિક પેડલ લાગેલા છે. તેના અલગ-અલગ વેરિએન્ટ વેચવામાં આવી રહ્યાં છે.

શું કહેવું છે કંપનીનું
હીરો મોટર્સ કંપની એચએમસીના ચેરમેન પંકજ મુંજાલનું કહેવું છે કે અત્યારે દરરોજ 32 કરોડ લોકો દરરોજ ચાલીને કામ પર જાય છે. એક સ્ટડી અનુસાર જો તેમાંથી 12 ટકા લોકોને આવન-જાવન માટે સાધન આપવામાં આવે તો દેશો જીડીપી 100 બેસિસ પોઇન્ટ સુધી પહોંચી જશે.

પર્યાવરણ પ્રદૂષણ, ખનિજ ઇંધણમાં ઘટાડો, લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ અને ટ્રાફિક જામ આજના સમયની અમુક ગંભીર સમસ્યાઓ છે, જેમા એવી સમસ્યાઓ છે જે હાલના ટ્રાન્સપોર્ટ મોડલના કારણે છે. જેમાં સ્વચ્છ, સસ્તા અને ઓછા મેઇન્ટેનન્સવાળા વ્હીકલ્સના વિકલ્પનો કોઇ સ્કોપ નથી, ખાસ કરીને સાઇકલ અને ઇ-બાઇક માટે, જે ખર્ચ અને પરફોર્મન્સના મામલે એક સ્કૂટર સમાન છે.

X
Hero EZephyr cheapest e-bike in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી