ઓટો ડેસ્કઃ ભારતમાં એસયુવી વધારે પસંદ કરવામાં આવે છે, તેની પાછળનું કારણ તેની સ્પેસ અને એટિટ્યૂડ છે. જોકે હવે ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવતી એસયુવી પણ ઘણી જ લોકપ્રિય થઇ રહી છે. ભારતમાં એવી ઘણી એસયુવી છે, જેમાં કંપની તરફથી એટી અથવા તો સીવીટી ઓપ્શન આપવામાં આવે છે. જેમાં ફોર્ડ ઇકોસ્પોર્ટથી માંડીને ટાટા હેસ્કા સુધીની કાર્સ છે. આજે અમે અહીં એવી જ કેટલીક એસયુવી અંગે જણાવી રહ્યાં છીએ જે કિંમતમાં 15 લાખ રૂપિયાની અંદર છે. જેને ભારતની એફોર્ડેબલ એસયુવી માનવામાં આવે છે અને જેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન અને અન્ય સારા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
ફોર્ડ ઇકોસ્પોર્ટ
ફોર્ડ ઇકોસ્પોર્ટ Trend + AT વેરિએન્ટની કિંમત 9.66 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. આ કારમાં 1497 સીસી, Ti-VCT ફોર વાલ્વ DOHC એન્જિન આપવામાં આવ્યું છે. જે 6500 આરપીએમમાં 121 એચપી પાવર અને 4500 આરપીએમમાં 150 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં સિક્સ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવે છે. ફોર્ડ ઇકોસ્પોર્ટના પેટ્રોલ એટી વેરિએન્ટમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ આપવામાં આવે છે.
અન્ય એસયુવી અંગે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....