• Gujarati News
  • Utility
  • Automobile
  • નવી કાર ખરીદતી વખતે ક્યારેય ન આપો આ ચાર્જ, આવી રીતે છેતરે છે ડીલર્સ । Handling Charges Are Illegal When You Purchase Car Not Pay This To Dealers

નવી કાર ખરીદતી વખતે ક્યારેય ન આપો આ ચાર્જ, આવી રીતે છેતરે છે ડીલર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જો તમે કોઇ નવી કાર ખરીદવા જઇ રહ્યાં છો તો કેટલીક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બની શકે છે કે ઓટો ડીલર્સ તમને કેટલાક ચાર્જ પે કરવા અંગેની વાત કરશે, ખાસ કરીને હેન્ડલિંગ ચાર્જિસ. તાજેતરમાં જ પુણે આરટીઓએ હેન્ડલિંગ ચાર્જ લેતા કાર અને ટૂ-વ્હીલર્સ ડીલર્સ સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. 

 

આવો જ એક કેસ પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક ગ્રાહકે જ્યારે ટાટા મોટર્સ ડીલરને નેક્સઑન ખરીદવા માટે કોટેશન માગ્યું તો તેમાં હેન્ડલિંગ ચાર્જિસ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. વિભિન્ન કેસોમાં એ જણાવવામાં આવ્યું છે કે હેન્ડલિંગ ચાર્જ વસૂલવો ગેરકાયદે છે. 

 

આરટીઓએ ડીલર્સને શું કહ્યું


ઓટોમોબાઇલ ડીલર્સ સાથે થયેલી બેઠકમાં આરટીઓએ કડક નિર્દેશ આપતા કહ્યું છે કે કસ્ટમર્સ પાસેથી હેન્ડલિંગ ચાર્જિસ વસુલવા ગેરકાયદે છે, કારણ કે બાયરને રજિસ્ટર્ડ વ્હીકલ આપવું એ ડીલર્સની જવાબદારી છે. અમે પહેલાં પણ દરેક ડીલર્સને હેન્ડલિંગ ચાર્જિસ તરીકે પૈસા લેવા એ ગેરકાયદે હોવાનું જણાવ્યું છે. 

 

ડીલર્સ આ રીતે છેતરે છે 


ટાટા નેક્સઑન ખરીદનાર કસ્ટમરને એ જાણ હતી કે હેન્ડલિંગ ચાર્જિસ વસૂલવા ગેરકાયદે છે. કસ્ટમરે જ્યારે ડીલરને આ અંગે પૂછ્યું તો તેણે જણાવ્યું કે આ અનિવાર્ય છે અને દરેક ગ્રાહકે તે ચૂકવવા પડે છે. એટલું જ નહીં કસ્ટમરે એ પણ કહ્યું કે હેન્ડલિંગ ચાર્જિસ વગર તમે વ્હીકલ ખરીદી નહીં શકો. ત્યારે કસ્ટમરે આ સમગ્ર મામલો ટાટા મોટર્સ સમક્ષ રાખ્યો. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...