6થી9 લાખની વચ્ચે લોન્ચ થશે ફોર્ડ ફ્રીસ્ટાઇલ, હશે આવા ફીચર્સ

કારના લોન્ચિંગ પહેલા તેનુ બ્રોશર કંપનીએ પોતાની અધિકૃત વેબસાઇટમાં મુકી દીધું છે

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:10 PM
Ford freestyle will be launch soon in india

ઓટો ડેસ્કઃ મારુતિ અને હ્યુન્ડાઇની કાર્સને ભારતમાં તગડી ટક્કર આપવા માટે ફોર્ડ દ્વારા આગામી સમયમાં પોતાની નવી કાર ફ્રિસ્ટાઇલને લોન્ચ કરવા જઇ રહી છે. આ કારને તાજેતરમાં યોજાયેલા ઓટો એક્સપો 2018માં શોકેસ કરવામાં આવી હતી. ત્યારથી જ આ કાર ખાસી ચર્ચામાં રહી હતી. જોકે કારના લોન્ચિંગ પહેલા તેનુ બ્રોશર કંપનીએ પોતાની અધિકૃત વેબસાઇટમાં મુકી દીધું છે. જેમાં કારની તમામ માહિતી આપવામાં આવી છે.

અંદાજિત કિંમત


ફોર્ડ ફ્રીસ્ટાઇલ પેટ્રોલ વેરિએન્ટ 6.40 લાખથી 7.90 લાખ રૂપિયા સુધી હશે. જ્યારે પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.30 લાખથી 8.80 લાખ રૂપિયાની આસપાસ હશે. પેટ્રોલ વેરિએન્ટમાં Ambienteની કિંમત 6.40 લાખ, Trendની કિંમત 6.90 લાખ, Titaniumની 7.30 લાખ, Titanium Plusની કિંમત 7.90 લાખ રૂપિયા હશે. જ્યારે ડીઝલ વેરિએન્ટમાં Ambienteની કિંમત 7.30 લાખ, Trendની કિંમત 7.80 લાખ, Titaniumની 8.20 લાખ, Titanium Plusની કિંમત 8.80 લાખ રૂપિયા હશે.

એન્જિન સ્પેસિફિકેશન


આ કારમાં બે પ્રકારના એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. એક પેટ્રોલ અને બીજું ડીઝલ એન્જિન. પેટ્રોલ એન્જિનમાં 1194 સીસી, 1.2 લિટર, 3 ઇનલાઇન સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6500 આરપીએમમાં 96પીએસ પાવર અને 4250 આરપીએમમાં 120 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં 42 લિટરની ફ્યૂઅલ ટેન્ક કેપેસિટી આપવામાં આવી છે અને કારની એવરેજ 19 કિ.મી. પ્રતિ લિટર છે. ડીઝલ એન્જિનમાં 1498 સીસી, 4 ઇનલાઇન સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 3750 આરપીએમમાં 100 પીએસ પાવર અને 1750-3000 આરપીએમ પર 215 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 40 લિટરની ફ્યૂઅલ ટેન્ક કેપેસિટી આપવામાં આવી છે અને કારની એવરેજ 24.4 કિ.મી. પ્રતિ લિટર છે. બન્ને એન્જિન ઓપ્શનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવા હશે કારના ફીચર્સ

Ford freestyle will be launch soon in india

ફીચર્સ

બોલ્ડ ફ્રન્ટ ગ્રીલ, મેટાલિક રૂફ રેઇલ્સ, R15(185/60R15)એલોય વ્હીલ્સ, સિએના થીમ્ડ સ્ટાઇલ, 16.51cm ટચસ્ક્રીન એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી સાથે, પુશ બટન સ્ટાર્ટ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, ફોર્ડ માયકિ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રેઇન સેન્સરિંગ વાઇપર્સ, ફોગ લેમ્પ, ડ્રાઇવર અને પેસેન્જર ફ્રન્ટ સીટ મેપ પોકેટ્સ, એપ્રોચ લાઇટ્સ, હોમ સેફ હેડ લેમ્પ્સ, ડ્રાઇવર સીટ હાઇટ એડ્જેસ્ટમેન્ટ, રિયર વિન્ડો વોશર અને વાઇપર, ઇલેક્ટ્રિક રિયર વિન્ડો ડેફ્રોસ્ટર, મેન્યુઅલ હાઇટ એડ્જેસ્ટ ફ્રન્ટ સીટ બેલ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવા હશે સેફ્ટી ફીચર્સ

Ford freestyle will be launch soon in india

સેફ્ટી ફીચર્સ

6 એરબેગ્સ, રિયર વ્યૂ કેમેરા, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ(એબીએસ), ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન(ઇબીડી), એક્ટિવ રોલઓવર પ્રિવેન્શન(એઆરપી), ઇમરજન્સી એસિસ્ટન્સ, રિયર સીટ બેલ્ટ, બેલ્ટમાઇન્ડર, હાઇ સ્પીડ વોર્નિંગ, ડોર અજાર વોર્નિંગ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ઓટોમેટિક રિલોક (15kmph), એન્ટિ થેફ્ટ અલાર્મ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો કારમાં કલર્સ, મેજરમેન્ટ અને એક્સેસરિઝ વિશે.....

Ford freestyle will be launch soon in india

કારમાં આપવામાં આવશે આટલા કલર્સ

નવી ફિગો ફ્રીસ્ટાઇલમાં સ્મોક ગ્રે, મૂનડસ્ટ સિલ્વર, વ્હાઇટ ગોલ્ડ, ઓક્સફર્ડ વ્હાઇટ, એબ્સ્યોલૂટ બ્લેક અને કેન્યોન રિડ્જ જેવા કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. 
 

કારનું મેજરમેન્ટ

કારની લંબાઇ 3954mm, પહોળાઇ 1737mm, ઉંચાઇ 1570mm, વ્હીલબેઝ 2490mm છે.
 

મળી શકે છે આવી એક્સેસરિઝ

સીટ કવર્સ, બોડી સ્ટ્રિપ કિટ અને રૂફ વ્રેપ, સ્લિમલાઇન વેધરશિલ્ડ, સનબ્લાઇન્ડ, રિયર સ્પોઇલર.

X
Ford freestyle will be launch soon in india
Ford freestyle will be launch soon in india
Ford freestyle will be launch soon in india
Ford freestyle will be launch soon in india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App