6 ટાયરવાળી આ છે વિશ્વની પહેલી સુપરકાર, જાણો આમ કરવા પાછળનું કારણ

first supercar with six wheel is Covini C6W
first supercar with six wheel is Covini C6W
first supercar with six wheel is Covini C6W

divyabhaskar.com

Apr 03, 2018, 05:03 PM IST

ઓટો ડેસ્કઃ ઓટો કંપનીઓ કારના ઇનોવેશન માટે સતત કામ કરતી રહે છે. લગભગ દરેક કાર નિર્માતા કંપનીઓ પોતાની કોન્સેપ્ટ કાર રજૂ કરી ચૂકી છે. એક તરફ જ્યાં ઇલેક્ટ્રિક કાર બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સેફ્ટી ફીચર્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. ઇટાલિયન કંપની કોવિનીએ આવી જ એક કાર ડિઝાઇન કરી છે. જેમાં ચાર નહીં પરંતુ 6 વ્હીલ આપવામાં આવ્યા છે. આ કારનો મોડલ નંબર Covini C6W છે. તમને જણાવી દઇએ કે આ એક એન્જિનિયરિંગ કંપની છે. આ છ વ્હીલ ધરાવતી વિશ્વની પહેલી કાર પણ છે.

સ્પોર્ટ્સ લૂકવાળી પાવરફુલ કાર


Covini C6W કારમાં છ વ્હીલ આપવામાં આવ્યા છે. જેનાથી તેને એડવાન્સ સ્પોર્ટી લૂક મળે છે. એટલું જ નહીં. આ 2 સીટર કાર છે અને તેમાં બે ડોર આપવામાં આવ્યા છે. ડોર ઉપરની તરફ ઓપન થાય છે. આ કન્વર્ટેબલ કાર છે. એટલે કે તેના રૂફને ઓપન કરી શકાય છે. આ કારમાં 8 સિલિન્ડરવાળું 4200cc V8 એન્જિન આપવામાં આવ્યું છે. જે 6400 આરપીએમમાં 440 પીએસ પાવર અને 2700 આરપીએમમાં 470 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 300 કિ.મી. પ્રતિ કલાક છે.

1980માં શરૂ થયું હતું કામ


Covini C6Wને બનાવવાનું કામ 1980માં શરૂ થયું હતું, પરંતુ કેટલીક મુશ્કેલીઓના કારણે તેનું મેકિંગ ડિલે થઇ રહ્યું હતું. 2004માં આ કારને પહેલીવાર જીનેવા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. 2005માં કંપનીએ સિંગલ કાર બનાવીને તેનું ડેબ્યૂ કરાવ્યું હતું. સાથે જ એક ટાર્ગેટ પણ સેટ કર્યો કે તે વર્ષમાં માત્ર 6થી 8 જ કાર બનાવશે.

કાર્સ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

X
first supercar with six wheel is Covini C6W
first supercar with six wheel is Covini C6W
first supercar with six wheel is Covini C6W
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી