બજારમાં આવ્યું ACવાળુ હેલમેટ, ગરમીમાં બાઇકર્સને નહીં થાય મુશ્કેલી

FEHER launched ACH-1 AC helmet in india

divyabhaskar.com

Sep 08, 2018, 05:27 PM IST

ઓટો ડેસ્કઃ બાઇક શોખીનો માટે સારા સમાચાર છે. હેલમેટ બનાવનારી કંપની ફિહરે એક નવું હેલમેટ લોન્ચ કર્યું છે, જેમાં AC આપવામાં આવ્યું છે. જેનાથી બાઇકર્સને ગરમીમાં થતી સમસ્યામાંથી મુક્તિ મળશે, કારણ કે હાલના હેલમેટને પહેરવાથી માથામાં પરસેવો થવા લાગે છે. તેનાથી બચવા માટે ફિહરે એક નવું હેલમેટ લોન્ચ કર્યું છે. ફિહર (FEHER)એ વિશ્વનું પહેલું AC હેલમેટ Feher ACH-1 લોન્ચ કર્યું છે. બાઇક ચલાવતી વખતે હેલમેટ માત્ર મગજને ઠંડુ જ નથી રાખતું પરંતુ બહારના ગરમ તાપમાનની સરખામણીએ હેલમેટની અંદરના તાપમાનને નિયંત્રિત રાખે છે.

હેલમેટમાં પાછળની સાઇડ આપવામાં આવ્યું છે AC
ફિહર કંપનીએ જે AC હેલમેટ બનાવ્યું છે તેની પાછળની તરફ એસી આપવામાં આવ્યું છે. હેલમેટ બનાવતી કંપનીએ તમામ આંતરરાષ્ટ્રિય સુરક્ષા માનકોનું પાલન કર્યું છે. AC ઉપરાંત હેલમેટમાં એંટી ફોગ અને એન્ટી સ્ક્રેચ ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી હવામાન ખરાબ હોય તો પણ બાઇક સવારને કોઇ મુશ્કેલી થતી નથી. કંપનીનો દાવો છે કે આ હેલમેટને પહેર્યા બાદ બહારના તાપમાનની સરખામણીએ હેલમેટની અંદરનું તાપમાન 10થી 15 ડિગ્રી ઓછું રહે છે.

હેલમેટની કિંમત અંદાજે 40 હજાર રૂપિયા
ફિહર કંપનીનું Feher ACH-1 હેલમેટ વિશ્વનું પહેલું એવું હેલમેટ છે, જેમાં એસી લાગેલું છે. જોકે બાઇક ચલાવતા શોખીનો માટે હેલમેટની કિંમત કોઇ મહત્વ ધરાવતી નથી, પરંતુ આ હેલમેટ માટે સારી એવી કિંમત ચૂકવવી પડશે. કારણ કે કંપનીએ આ અનોખા હેલમેટની કિંમત 599 ડોલર રાખી છે. તેવામાં હેલમેટ માટે તમારે અંદાજે 40 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જોકે કંપની તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે વરસાદી માહોલમાં આ હેલમેટનો ઉપયોગ કરી શકાશે નહીં.

કેવી રીતે કામ કરે છે હેલમેટ
Feher ACH-1 હેલમેટ બાઇકની બેટરી સાથે જોડાઇને કામ કરે છે. કંપની અનુસાર હેલમેટની પાછળ લાગેલી Air Conditioning System એક બેટરી હોર્નેસ સાથે જોડાયેલી છે. જેને તમે બાઇક ચલાવતા પહેલા બાઇકમાં લાગેલી બેટરી સાથે જોડી શકો છો.

X
FEHER launched ACH-1 AC helmet in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી