નવી બાઇક: એકવાર ચાર્જ કરવા પર 200 કિમી સુધી દોડશે આ બાઇક, પેટ્રોલ નાખવાની નહીં પડે જરૂર, માત્ર 3 કલાકમાં થઇ જશે ફૂલ ચાર્જ

divyabhaskar.com

Nov 23, 2018, 02:47 PM IST
Emflux One is going to launch in India

ઓટો ડેસ્ક: ઇન્ડિયામાં લોન્ચ થઇ પહેલી ઇલેક્ટ્રિક સુપરબાઇક Emflux One એપ્રિલ-2019 સુધીમાં માર્કેટમાં આવી જશે તેવી સંભાવનાઓ છે. બાઇકને Emflux મોટર્સ નામથી સ્ટાર્ટઅપે ઓટો એક્સપોમાં લોન્ચ કરી છે. આ બાઇકની ખાસિયત એ છે કે તે માત્ર 3 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી શકે છે. અને તેની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે.

એન્જિન સ્પેસિફિકેશન
આ બાઇકમાં લિક્વિડ કૂલ્ડ એસી ઇન્ડક્શન મોટર આપવામાં આવી છે, જે 8400 આરપીએમમાં 84 એનએમ ટોર્ક અને 60 કેડબલ્યુ પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાઇક 3 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, એવું પણ કહેવામાં આવે છે કે આ બાઇકની ટોપ સ્પીડ 200 કિ.મી. પ્રતિ કલાક છે.

એકવાર ચાર્જ કર્યા બાદ 200 કિ.મી.ની રેન્જ
કંપનીનો દાવો છે કે આ બાઇકમાં પાવરપેક્ડ બેટરી આપવામાં આવી છે, જે સેમસંગ દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. આ બેટરીને માત્ર 36 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાય છે. તેમજ એકવાર ચાર્જ કર્યા બાદ એક્સેરલરેશન અને પરફોર્મન્સ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર 200 કિ.મી.ની એવરેજ આપી શકે છે.

બાઇકમાં આપવામાં આવેલા ફીચર્સ
આ બાઇકમાં બ્રેમ્બો બ્રેક્સ અને ઓહલિન્સ સન્સપેન્શન, સિંગલ સાઇડેડ સ્વિંગાર્મ, 7 ઇંચ ટચ ટીએફટી ડિસપ્લે આપવામાં આવી છે. જે જીપીએસ નેવિગેશન, રિયલ ટાઇમ વ્હીકલ ડાઇગ્નોસ્ટિક, ઓટો અપડેટ્સ, મોબાઇક એપ અને બાઇક કનેક્ટિવિટી સાથે જોડાયેલી ઇન્ફોર્મેશનને ડિસપ્લે કરે છે. આ બાઇકમાં ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

ભારતમાં 199 યુનિટનું વેચાણ કરવાની યોજના
ઇમ્ફલ્કસ મોટરની યોજના ભારતીય માર્કેટ માટે 199 યુનિટ અને એક્સપોર્ટ માર્કેટ માટે 300 યુનિટ પ્રોડ્યુસ કરવાની યોજના છે.

આ બાઇકનો ટોપ એન્ડ મોડલમાં ઓહલિન્સ સન્સપેન્શન, ફોર્ગ્ડ એલોય વ્હીલ્સ, કાર્બન ફાઇબર પેનલ્સ આપવામાં આવ્યા છે. આ બાઇકની ડિલિવરી આવતા વર્ષથી શરૂ કરવામાં આવશે. વીડિયોમાં જોવો તેની બધી જ ખાસિયત....

X
Emflux One is going to launch in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી