આ બાઇકના ફ્યૂઅલ ટેન્કમાં નથી ભરવું પડતું પેટ્રોલ, છતાં આપે છે 160KMની એવરેજ, સાથે આવે છે કાર જેવી Smart Key

electric bike super soco launched in nepal at 2-49 lakhs

divyabhaskar.com

Sep 05, 2018, 06:12 PM IST

ઓટો ડેસ્કઃ ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલની શરૂઆત થઇ ગઇ છે. હોન્ડાથી લઇને ઓકિનાવા, અથર, જીએમ મોટર્સ જેવી કંપનીઓ ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરી ચૂકી છે. રિપોર્ટ્સ પ્રમાણે હવે જર્મન કંપની પોતાની ઇલેક્ટ્રિક બાઇક સુપર સોકો(Super Soco)ને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આમ તો કંપની આ જ વર્ષે પોતાની આ બાઇકને નેપાળમાં લોન્ચ કરી ચૂકી છે. સુપર સોકો સ્ટાઇલિશ હોવાની સાથે દમદાર પણ છે.
160KMની એવરેજ
કંપનીનો દાવો છે કે આ બાઇક 60V 26Ahની બે પાવરફુલ બેટરી ધરાવે છે. તેમજ તેમાં 2400-Wattની મોટર આપવામાં આવી છે. આ બેટરીને 5 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે, ત્યારબાદ બાઇકને 160 કિ.મી. સુધી ચલાવી શકાય છે. બાઇકમાં બે લોકો બેસી શકે તેટલી સ્પેસ છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 198mm છે. બાઇકની મેક્સિમસ સ્પીડ 45 કિ.મી. પ્રતિ કલાક છે.
પેટ્રોલ ટેન્કના બદલે લગેજ બોક્સ
સુપર સોકો ઇલેક્ટ્રિક બાઇક છે, એટલે કે પેટ્રોલ પર ચાલતી નથી. આ બાઇકમાં પેટ્રોલ ટેન્કના બદેલ ત્યાં લગેજ બોક્સ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં તમે સામાન રાખી શકો છો. બાઇકમાં કારની જેમ સ્માર્ટ કિ આપવામાં આવી છે. તેની મદદથી બાઇક લોક અને અનલોક કરી શકાય છે.
બાઇકના અન્ય ફીચર્સ
બાઇકના ફ્રન્ટ, રિયરમાં ફ્લેશિંગ એલઇડી લાઇટ્સ આપવામાં આવી છે. તેમાં ડિસ્પ્લે સ્ક્રીન એટલે કે સ્પીડોમીટર એલસીડી સાથે આપવામાં આવ્યું છે. બાઇકની સાથે 2 પીસ રિમોટ કિ આપવામાં આવી છે. બાઇકને રાઇડર પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકે છે. કંપનીએ આ બાઇકને ચાર કલર વેરિએન્ટ આવ્યા છે, જેમાં ડીપ બ્લેક, ફ્રાસ્ટ સિલ્વર, સ્નો વ્હાઇટ, રેસ રેડ અને એડ્રેનાલાઇન ઓરેન્જ છે. બાઇકના બન્ને ટાયર ટ્યૂબલેસ અને એલોય વ્હીલ્સ સાથે આવે છે.
બાઇકની કિંમત
કંપનીએ નેપાળમાં આ બાઇકને બે અલગ વેરિએન્ટ સાથે લોન્ચ કરી છે. જેમાં Super SOCO TS (2400-Watt)ની કિંમત 2.49 લાખ રૂપિયા છે. બીજા વેરિએન્ટ Super SOCO TC (3000-Watt)ની કિંમત 2.74 લાખ રૂપિયા છે.
સુપર બાઇક્સ કરતા ઓછી છે કિંમત
સુપર બાઇક મોડલ કિંમત(એક્સ શોરૂમ)
Suzuki Hayabusa 15 લાખથી શરૂ
Kawasaki Ninja ZX 10R 14 લાખથી શરૂ
Honda CBR1000RR 18 લાખથી શરૂ
Yamaha YZF R1 20 લાખથી શરૂ
Aprilia RSV4 28 લાખથી શરૂ

X
electric bike super soco launched in nepal at 2-49 lakhs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી