Home » Automobile » discount offers on cars of maruti, hyundai and others in india

કાર્સ પર મળી રહ્યું છે 1.50 લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, ફ્રીમાં લંડન-પેરિસ ફરવાની મળશે તક

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 12:44 PM

સપ્ટેમ્બર મહિનામાં મારુતિ સુઝુકીથી લઇને હ્યુન્ડાઇ અને હોન્ડાની કાર્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

  • discount offers on cars of maruti, hyundai and others in india
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ દેશભરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થઇ ગઇ છે અને તેનો ફાયદો ઉઠાવવા માટે ઓટોમોબાઇલ કંપનીઓ તરફથી પોતાની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન પેરિસની ટ્રીપ પણ આપવામાં આવી રહી ચે, જેનો ખર્ચ કંપની તરફથી જ ઉઠાવવામાં આવશે. તેવામાં જો તમે આ મહિને નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમને ઘણો ફાયદો મળી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કઇ કંપની તરફથી કેવા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


    મારુતિ સુઝુકીની કાર્સ પર ડિસ્કાઉન્ટ
    દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા તરફથી કાર્સ પર છૂટ આપવામાં આવી રહી છે. મારુતિ પોતાની ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત બીજા વેરિએન્ટ પર પણ ડીલરશીપ લેવલની છૂટ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે મારુતિ સૌથી વધારે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા મોડલ્સ વેચી રહી છે.


    અલ્ટો કે10 : 62 હજાર રૂપિયા સુધીની બચત
    સિલેરિયો : 60 હજાર રૂપિયા સુધીની બચત
    વેગનઆર : 70 હજાર રૂપિયા સુધીની બચત
    ઇગ્નિસ : 30 હજાર રૂપિયા સુધીની છૂટ
    અર્ટિગા : 50 હજાર રૂપિયા સુધીની છૂટ
    સ્વિફ્ટ : 52 હજાર રૂપિયા સુધીની છૂટ
    બલેનો : 22 હજાર રૂપિયા સુધીની છૂટ
    ડિઝાયર : 52 હજાર રૂપિયા સુધીની છૂટ

  • discount offers on cars of maruti, hyundai and others in india
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    હ્યુન્ડાઇ મોટરની કાર્સ પર ડિસ્કાઉન્ટ
    દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટરે સુપર સપ્ટેમ્બર નામથી ઓફર્સ રજૂ કરી છે. આ ઓફર્સનો ફાયદો 30 સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકાશે. કંપની તરફથી આપવામાં આવી રહેલી આ ઓફર્સમાં સ્પેશિયલ એક્સચેન્જ બોનસ, એડિશનલ બેનિફિટ્સ, બીજા-ત્રીજા વર્ષનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. 
    ન્યૂ ગ્રાન્ડ આઇ10 : સ્પેશિયલ પ્રાઇસ 4.99 લાખથી શરૂઆત, 25 હજાર રૂપિયાનો એડિશનલ બેનિફિટ્સ
    ઓલ ન્યૂ એક્સેન્ટ : 90 હજાર રૂપિયાનો બેનિફિટ 
    ઇયોન : 60 હજાર રૂપિયાનો બેનિફિટ
    એલિટ આઇ20 : 30 હજાર રૂપિયાનો સ્પેશિયલ એક્સચેન્જ બેનિફિટ
    વર્ના : બીજા અને ત્રીજા વર્ષનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ, 20 હજાર રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ
    ઇલેન્ટ્રા : ફ્રી ઈન્સ્યોરન્સ અને  30 હજાર રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ
    ટુંસા : ફ્રી ઈન્સ્યોરન્સ અને 30 હજાર રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ

  • discount offers on cars of maruti, hyundai and others in india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હોન્ડાની કાર્સ પર છૂટ
    જાપાનની કાર નિર્માતા કંપની હોન્ડા તરફથી તમામ મોડલ્સ પર ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવી રહી છે. કંપનીની આ ઓફ 7 નવેમ્બર સુધી ચાલશે. કાર પર છૂટ આપવાની સાથે કંપની તરફથી લંડન અને પેરિસની ટ્રીપ પણ આપવામાં આવી રહી છે, જેનો ખર્ચ કંપની ઉઠાવશે.
    બ્રાયો : 19 હજાર રૂપિયાનો બેનિફિટ અને 1 રૂપિયામાં ઈન્સ્યોરન્સ
    જૈજ : 32 હજાર રૂપિયાનો બેનિફિટ
    સિટી : 62 હજાર રૂપિયાનો બેનિફિટ
    ડબલ્યુઆર-વી : 32 હજાર રૂપિયાનો બેનિફિટ
    બીઆર-વી : 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો
    સીઆ-વી : 1.50 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ

  • discount offers on cars of maruti, hyundai and others in india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મહિન્દ્રાની કાર્સ પર ડિસ્કાઉન્ટ ઓફર
    મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કાર્સ પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. 
    મહિન્દ્રા KUV100 K2, K4 : 29 હજાર (K2), 26 હજાર (K6)ની છૂટ. એડિશન 30 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ
    મહિન્દ્રા KUV100 K6+, K8 : 40 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ
    મહિન્દ્રા TUV300 : 35 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ
    TUV300+ P4 : 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 25 રૂપિયાનું એક્સચેન્જ બોનસ
    બોલેરો પાવર પ્લસ : 17 હજાર રૂપિયા સુધીનો ફાયદો
    સ્કોર્પિયો S5, S7, S11 : 43 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ
    XUV500 ન્યૂ મોડલ : 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ

  • discount offers on cars of maruti, hyundai and others in india

    રેનોની કાર્સ પર છૂટ
    રેનો તરફથી 24 સપ્ટેમ્બર સુધી કાર્સ પર ઓફર આપવામાં આવી રહી છે. કાર્સ પર ડિસ્કાઉન્ટ આપવાની સાથોસાથ પેરિસ જવા અને એલઇડી ટીવી જીતવા સુધીની તક આપવામાં આવે છે. 
    રેનો ડસ્ટર : 60 હજાર રૂપિયા સુધીનો બેનિફિટ અને 1 રૂપિયામાં ઈન્સ્યોરન્સ
    Captur : 2 લાખ રૂપિયા સુધીનો બેનિફિટ
    ક્વિડ : 7.99 ટકા સુધી વ્યાજ દર પર લોન અને અમુક સ્ટોક પર 1 રૂપિયામાં ઈન્સ્યોરન્સ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ