• Gujarati News
  • Utility
  • Automobile
  • 4 મહિના બાદ ભારત આવી રહી છે 4.5 લાખની SUV, મળશે હાઇટેક ફીચર્સ । Datsun Will Launch Cross Suv In India Soon

4 મહિના બાદ ભારત આવી રહી છે 4.5 લાખની SUV, મળશે હાઇટેક ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જાપાનની જાણીતી વાહન નિર્માતા કંપની ડેટ્સન(Datsun) ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં નવી SUV Datsun Cross લોન્ચ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દેશની સૌથી સસ્તી SUV પણ હશે. મીડિયા અહેવાલ અનુસાર આ કારને સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેમજ તેની અંદાજીત કિંમત 4.5 લાખ રૂપિયાથી શરૂ થશે. તમને જણાવી દઇએ કે પાવરફુલ અને સ્ટાઇલિશ આ એસયુવીને ઇન્ડોનેશિયામાં આ જ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી છે. ગો અને ગો પ્લસની સરખામણીએ કારને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે. જેમાં કેબિન બ્લેક કલર્સનું છે. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે અને કંપનીએ આ કારમાં થ્રી રો સીટ આપી છે. એટલે કે આ કારમાં 7 લોકો સવારી કરી શકે છે.

 

આવું હશે એન્જિન


આ એસયુવીમાં 1.2 લિટર 3 સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. જે 5 હજાર આરપીએમ પર 68 પીએસ પાવર અને 4400 આરપીએમ પર 104 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવશે. આ કારમાં 5 સ્પીડ ગિયર બોક્સ આપવામાં આવશે. તેમજ ઇન્ડોનેશિયામાં જે મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં સીવીટી ઓટોમેટિક વેરિએન્ટ પણ આપવામાં આવ્યું છે. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....