• Home
  • Automobile
  • Concept car introduced by leading car manufacturers In shanghai auto show

શાંઘાઈ ઓટો શો / અગ્રણી કાર ઉત્પાદક કંપનીઓએ પ્રસ્તુત કરી કોન્સેપ્ટ કાર

Concept car introduced by leading car manufacturers In shanghai auto show
X
Concept car introduced by leading car manufacturers In shanghai auto show

  • 16મીએ શરૂ થયેલો શાંઘાઈ ઓટો શો 25મી એપ્રિલ સુધી ચાલવાનો છે 
  • આવનારા સમયમાં મોટા પાયે માર્ગો ઉપર ઈલેક્ટ્રિક કાર દોડતી દેખાશે

Divyabhaskar.com

Apr 20, 2019, 04:34 PM IST
ઓટો ડેસ્ક. શાંઘાઈમાં ગત 16 તારીખથી શરૂ થયેલા ઓટો શોમાં દિગ્ગજ કાર ઉત્પાદક કંપનીઓએ તેની ઈલેક્ટ્રિક તેમજ ફ્યૂચર(કોન્સેપ્ટ) કારને પ્રસ્તુત કરી છે. આવનારા સમયમાં માર્ગો ઉપર દોડનારી ઈલેક્ટ્રિક કારનાં વિવિધ મોડલ અહીં જોવા મળી રહ્યા છે.  
1

ચીનની સુપર કાર નિર્માતા કંપની NIOએ તેની ઈલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ Eve ને અહીં પ્રસ્તુત કરી છે. આ સેલ્ફ ડ્રાઈવિંગ કોન્સેપ્ટ કાર છે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર અંગે કંપનીએ લોકોને પરિચિત કર્યા હતા. આ કારમાં આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ એન્જિન લગાવવામાં આવ્યું છે.
2

શાંઘાઈ ઓટો શોમાં ટોયોટાએ તેની ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કારને પ્રસ્તુત કરી છે. જેમાં ફ્રન્ટમાં માત્ર એક જ સીટ છે એટલે કે માત્ર ડ્રાયવર સીટ આપેલી છે. કારમાં માત્ર પાછળનાં ભાગે જ પેસેન્જર્સ માટે સીટ આપેલી છે. આ કારની અંદરનો દેખાવ બાથટબમાં બેસવા જેવો લાગે છે.
3

લક્ઝરી કાર કંપની બીએમ ડબલ્યુએ તેની ઈલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ Vision iNEXTને પણ પ્રસ્તુત કરી છે. જેમાં ઓટોનોમસ ઈલેક્ટ્રિક કારની અંદર સારી એવી સ્પેસ આપવામાં આવી છે. કારમાં પેનારોમિક સનરૂફ, મોટી ફ્રન્ટ વિંડશીલ્ડ અને પહોળી વિન્ડો આપેલી છે. 
4

સાઉડીએ પણ તેની ઈલેક્ટ્રિક કાર કોન્સેપ્ટને પણ આ ઓટો શોમાં પ્રસ્તુત કરી છે. જેણે ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે. આ ઓટોનોમસ કારના પ્રોડક્શનનું વર્ઝન BMW Vision iNEXT નાં પ્રોડક્શન વર્ઝનને ટક્કર આપે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી