તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીને બનાવી દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર, ‘હેલો ORA’ બોલતાની સાથે જ થઈ જાય છે એક્ટિવ, કિંમત રૂપિયા 6 લાખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વખતનાં ચાર્જિંગમાં 351 કિમી સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે
  • કારમાં લક્ઝરી, પર્ફોર્મન્સ અને કમ્ફર્ટની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરવો પડે
  • આ કાર 5 કલર મોડલમાં ઉપલબ્ધ થશે
ઓટો ડેસ્ક. દિન પ્રતિદિન ઈંધણના વધતા ભાવને લઈને દુનિયાભરમાં હવે ઈલેક્ટ્રિક કારનાં ઉત્પાદન ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ ઈલેક્ટ્રિક કારની કિંમત એટલી વધારે હોય છે કે તેને ખરીદવી સૌ કોઈ માટે સરળ નથી હોતું.  ચીનની કાર ઉત્પાદક કંપની ગ્રેટ વૉલ મોટર્સની ઈલેક્ટ્રિક કાર ORA R1 બજારમાં આવી રહી છે. જે એક વખતનાં ચાર્જિંગમાં 351 કિમી સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે. માત્ર 35 kwની મોટરથી આ સફળતા મેળવી છે. આ કારની કિંમત $ 8,680 એટલે ભારતીય ચલણ મુજબ 6 લાખ થવા જાય છે. કંપનીનો દાવો છે કે, આ દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર હોવા છતાં તેમાં લક્ઝરી, પર્ફોમન્સ અને કમ્ફર્ટની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરવો પડે.

1) આ કારની ખાસિયતો

અત્યાર સુધી મોટાભાગે ઈલેક્ટ્રિક વાહનોને ઓઈલ ટુ ઈલેક્ટ્રિસિટીના કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવતા હતા. પરંતુ ગ્રેટ વૉલ મોટર્સે ORA R1ને ઈલેક્ટ્રિક વ્હિકલ્સ માટે ડેડિકેટેડ પ્લેટફોર્મ ઉપર ડિઝાઈન કરી છે. જેમાં કંપનીએ  ‘ME’ પ્લેટફોર્મ એવું નામ આપ્યું છે. જે ત્રણ ઈલેક્ટ્રિક સિસ્ટમ - મોટર, બેટરી અને ઈલેક્ટ્રિક કંટ્રોલથી અલગ છે

કંપનીએ  ORA R1ને પાંચ મુખ્ય વાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરી છે. જેમાં હાઈ વેલ્યુ, વધુ સ્પેસ, સ્માર્ટર, સુરક્ષિત અને હાઈક્વોલિટીનો સમાવેશ થાય છે. આ કાર ડ્રાઈવર અને પેસેન્જર્સને પણ એટલી જ સેફ્ટી પૂરી પાડે છે. કારની બોડીને 60% હાઈ સ્ટ્રેંથ સ્ટીલ ઉપર ડિઝાઈન કરવામાં આવી છે.

ડિઝાઈનની વાત કરીએ તો ખૂબ સરળ, યુનિક અને સ્ટાઈલિશ છે. જેમાં આગળનાં ભાગે બે મોટી હેડલાઈટ લગાવી છે. સૌથી મહત્વની વાત એ છે કે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમથી સજ્જ છે. તેનું એન્જિન માત્ર ‘હેલો ORA’ એટલું બોલતાં જ એક્ટિવ થઈ જાય છે.

આ કાર 5 કલર મોડલમાં ઉપલબ્ધ થશે. જેમાં ટાઈટેનિયમ વ્હાઈટ, કૈડેટ બ્લુ, ટાઈટેનિયમ વ્હાઈટ અને બ્લેક કોમ્બિનેશન, કૈડેટ બ્લૂ અને ટાઈટેનિયમ વ્હાઈટ કોમ્બિનેશનમાં ઉપલબ્ધ થશે. જોકે, આ કાર ભારતમાં આવશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...