BMWએ લોન્ચ કરી 3 સિરિઝની શેડો એડિશન, શાનદાર છે કારના ફીચર્સ

BMW launched Shadow Edition of the 3-Series
BMW launched Shadow Edition of the 3-Series
BMW launched Shadow Edition of the 3-Series

divyabhaskar.com

Apr 03, 2018, 01:47 PM IST

ઓટો ડેસ્કઃ જાણીતી વૈભવી કાર નિર્માતા કંપની BMW ઇન્ડિયાએ ભારતમાં પોતાની 3 સિરિઝ કારની સ્પેશિયલ એડિશને લોન્ચ કરી છે. આ સ્પેશિયલ એડિશનનું નામ Shadow Edition રાખવામાં આવ્યું છે. આ લિમિટેડ એડિશનને પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં 320d Sport ડીઝલ વેરિએન્ટની કિંમત 41.40 લાખ રૂપિયા જ્યારે 330i M Sport પેટ્રોલ વેરિએન્ટની કિંમત 47.30 લાખ રૂપિયા એક્સ શોરૂમ રાખવામાં આવી છે. કિંમત જોતા પેટ્રોલ શેડો એડિશન સ્ટાન્ડર્ડ 330i M Sport કરતા 2.2 લાખ રૂપિયા મોંઘી છે.

બીએમડબલ્યુ ઇન્ડિયાએ પોતાની 3 સિરિઝ સિડાનની આ નવા લિમિટેડ એડિશન મોડલને ઓફિસિયલ વેબસાઇટમાં લિસ્ટેડ કરી દીધું છે. શેડો એડિશન બે વેરિએન્ટ 320d Edition Sport(ડીઝલ) અને 330i M Sport(પેટ્રોલ) છે. હવે બીએમડબલ્યુ 3 સિરિઝમાં ચાર વેરિએન્ટ થઇ ગયા છે. આ બે વેરિએન્ટ્સ ઉપરાંત બીએમડબલ્યુ ડીઝલ વેરિએન્ટ્સમાં 320d Prestige(બેઝ) અને Luxury Line(ટોપ-સ્પેસ) વેરિએન્ટ્સ પણ ભારતમાં વેચાઇ રહ્યાં છે. જોકે આ બન્ને ડીઝલ વેરિએન્ટ્સને શેડો એડિશન લાઇનઅપમાં એડ કરવામાં આવ્યા નથી.

એન્જિન સ્પેસિફિકેશન

320d Edition Sportમાં 1995 સીસી, 2 લિટર, ટ્વિનપાવર ટર્બો ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 4 હજાર આરપીએમમાં 190 બીએચપી પાવર અને 1750-2500 આરપીએમમાં 400 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કાર 7.2 સેકન્ડમાં 100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે. બીજી તરફ 330i M Sportમાં 1998 સીસી, 2 લિટર, ટ્વિનપાવર ટર્બો ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 5200 આરપીએમ પર 252 એચપી પાવર અને 1450-4800 આરપીએમ પર 350 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બન્ને વેરિએન્ટ્સમાં 8 સ્પીડ સ્ટેપ્ટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ચાર ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે. જેમાં કમ્ફર્ટ, ઇકોપ્રો, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ ડ્રાઇવિંગમ મોડ સામેલ છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો શેડો એડિશનમાં આપવામાં આવેલા ફીચર્સ

X
BMW launched Shadow Edition of the 3-Series
BMW launched Shadow Edition of the 3-Series
BMW launched Shadow Edition of the 3-Series
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી