ટ્રેનમાં લઇ જઇ રહ્યાં છો બાઇક, તો આ વાતોનું રાખો ધ્યાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જ્યારે આપણે આપણું શહેર છોડીને બીજા શહેરમાં કામ કરવા જઇએ છીએ, ત્યારે પોતાની સુવિધા માટે બાઇક અથવા સ્કૂટરને લઇને પણ જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે કોઇ અન્ય સ્થળે ટ્રાવેલ કરવા માટે પોતાનું ટૂ-વ્હીલર લઇને જાય છે. જો તમે ટ્રેનથી તમારું ટૂ-વ્હીલર લઇને જઇ રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેથી તમારા વ્હીકલને કોઇ પણ પ્રકારનું નુક્સાન ન થાય. આ ઉપરાંત ટ્રેનથી ટૂ-વ્હીલરને ટ્રાન્સપોર્ટ કરવા માટે પણ કેટલીક વાતો જાણવા જેવી છે. 

 

બે પ્રકારે ટ્રેનમાં બુક કરી શકો છો ટૂ-વ્હીલર


જો તમે ટ્રેનમાં તમારી બાઇક કે પછી સ્કૂટર લઇ જઇ રહ્યાં છો અથવા મોકલી રહ્યાં છો તો બે પ્રકારે તેની બુકિંગ કરી શકાય છે. 
પહલી રીતઃ પાર્સલ તરીકે
બીજી રીતઃ પસેન્જર સાથે(લગેજના સ્વરૂપમાં)

 

પાર્સલની જેમ બુક કરાવવા માટેની રીત


-જો તમે ટ્રેનમાં મુસાફરી નથી કરી રહ્યાં અને તમારે ટૂ-વ્હીલરને પાર્સલ તરીકે બુક કરાવી પડશે.
-તમારે ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ફોટોકોપી સાથે પાર્સલ ઓફીસ જવું પડશે.
- બુકિંગ પહેલા ટૂ-વ્હીકલને યોગ્ય રીતે પેક કરવું ઘણું જ જરૂરી છે.
- ટૂ-વ્હીલરને પેક કરતા પહેલાં એ ચેક કરી લેવું જોઇએ કે પેટ્રોલ ટેંક સંપૂર્ણપણે ખાલી હોય.
-કાર્ટબોર્ડમાં ક્યાંથી મોકલ્યું અને ક્યાં મોકલવાનું છે એ સ્ટેશનના નામનો ઉલ્લેખ વ્યવસ્થિત રીતે કરવો.
-કાર્ટબોર્ડને ટૂ-વ્હીલર સાથે બાંધો.
- તમને એક ફોર્મ આપવામાં આવશે. જેને ભરવાનું રહેશે. જેમાં તમારે જે સ્ટેશનેથી પાર્સલ મોકલવામાં આવી રહ્યું છે અને જે સ્ટેશન પર પાર્સલ મોકલાઇ રહ્યું છે, તે લખવું પડશે.
- આ ઉપરાંત પોસ્ટલ એડ્રેસ, વ્હીકલ કંપની, રજિસ્ટ્રેશન નંબર, વ્હીકલનું વજન અને વ્હીકલની કિંમત વગેરે લખવાનું રહેશે.


આગળની સ્લાઇડ્સમાં વાંચો લગેજ તરીકે બુક કરવાની રીત