May Offers: મારુતિની સૌથી સસ્તી કાર પર મળે છે 53 હજારનું ડિસ્કાઉન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી પોતાની કાર્સ ઉપર મેમાં અનેક ઓફર્સ લઇને આવી છે. આ ઓફર્સના કારણે કંપનીની સૌથી સસ્તી અને મોસ્ટ સેલિંગ કાર અલ્ટો 800 પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારને તમે 53 હજાર રૂપિયા સસ્તી ખરીદી શકો છો. તેમજ 5100 રૂપિયા સુધી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. અલ્ટો 800ની એક્સ-શોરૂમ અમદાવાદ કિંમત 2.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ડિસ્કાઉન્ટ કારના તમામ વેરિએન્ટ પર મળે છે. આ સાથે જ કેટલીક કોમન ઓફર એવી પણ છે જે દરેક મોડલ્સ પર મળશે. 

 

આ છે ઓફર


- મારુતિ અલ્ટો 800 પર જે ઓફર મળી રહી છે, તેને કંપનીએ અલગ-અલગ ભાગમાં ડિવાઇડ કરી છે. જેનાથી આ કારમાં 53 હજારથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
- કાર પર 15 હજાર રૂપિયા કેશ ઓફર અને 10 હજાર રૂપિયા MGA એક્સેસરિઝ ઓફર આપવામાં આવી રહી છે. આ સાથે 28 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. 
-  એક્સચેન્જ ઓફર બે ભાગમાં છે. ઇ બોનસ એક્સચેન્જમાં 28 હજાર રૂપિયા અને બોનસ એક્સચેન્જમાં 18 હજાર રૂપિયાનો બેનિફિટ મળશે.
- તમને જણાવી દઇએ કે કાર 7 વર્ષ અથવા તેનાથી ઓછી જૂની છે તો તેના એક્સચેન્જને ઇ બોનસ કહેવામાં આવે છે. તેમજ 7 વર્ષથી વધારે જૂની છે તો તેના એક્સચેન્જને બોનસ કહેવામાં આવે છે.  

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો અલ્ટોના એન્જિન સ્પેસિફિકેશન અંગે