Home » Automobile » બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched

ઇટાલિયન કંપની બેનેલીની ભારતમાં દમદાર એન્ટ્રી, લોન્ચ કર્યા ત્રણ સુપર બાઇક

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 04:39 PM

Benelliની ભારતમાં રિ-એન્ટ્રી, સુપર બાઇક્સ પર મળશે 5 વર્ષની અનલિમિટેડ કિલોમીટરની વોરંટી

  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇટાલિયન કંપની બેનેલીએ લોન્ચ કરેલા ત્રણ બાઇક્સ

    ઓટો ડેસ્કઃ હૈદરાબાદની આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા- મહાવીર ગ્રૂપ કંપનીએ હવે ભારતમાં ઇટાલિયન બેનેલી બાઇક્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવાનું શરૂ કર્યું છે. કંપનીની બેનેલી TNT 300, બેનેલી 302R અને બેનેલી TNT 600iને ભારતમાં રિ-લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં બેનેલી TNT 300ની એક્સ-શોરૂમ કિંમત 3.50 લાખ રૂપિયા, બેનેલી 302Rની એક્સ-શોરૂમ કિંમત 3.70 લાખ રૂપિયા અને બેનેલી TNT 600iની એક્સ-શોરૂમ કિંમત 6.20 લાખ રૂપિયા રાખવામાં આવી છે.


    મહાવીર બેનેલીએ ત્રણેય મોટરસાઇકલની કિંમતોમાં વધારો કરીને તેને રિ-લોન્ચ કર્યા છે. કંપની ત્રણેય બાઇક્સ સાથે 5 વર્ષની અનલિમિટેડ કિલોમીટરની વોરંટી આપી રહી છે. બેનેલીએ ભારતમાં પોતાની તમામ 15 ડીલરશિપ પર આ બાઇકનું બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે અને 10000 રૂપિયાના ટોકન પર બાઇક બુક કરી શકાય છે. આ ત્રણેય બાઇકનું પ્રોડક્શન અને સપ્લાય થોડા સમય પછી શરૂ થશે અને મહાવીર બેનેલી માર્ચ 2019 સુધી ભારતમાં 25 નવી ડીલરશિપ શરૂ કરવા જઇ રહી છે.

    બેનેલી TNT 300 ABS
    બેનેલી TNT 300 કંપનીની સૌથી સસ્તી બાઇક છે, જેમાં 300 સીસીનું ટ્વીન સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 11500 rpm પર 37 bhp પાવર અને 10,000 rpm પર 26.5 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બાઇકના આગળના ભાગમાં USD ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશૉક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો આગળના વ્હીલમાં ટ્વીન પિસ્ટન ક્લિપરવાળું 260 mmની ડિસ્ક આપવામાં આવી છે, જ્યારે પાછળના વ્હીલમાં સિંગલ ડિસ્ક બ્રેક લગાવવામાં આવી છે, તેની સાથે જ બાઇકમાં ડ્યુઅલ ચેનલ એબીએસ પણ લગાવવામાં આવ્યું છે.

    બેનેલી 302R અને TNT 600i
    બેનેલી 302R બાઇક ટીએનટી 300નું ફુલ-ફેયર્ડ વર્ઝન છે. તેમાં બેનેલી ટીએનટી 300વાળું જ એન્જિન આપવામાં આવ્યું છે. જો કે, તેનો પાવર વધુ છે. તેમાં 11,500 rpm પર 38 bhp નો પાવર મળે છે, જ્યારે ટોર્કમાં કોઇ બદલાવ નથી. બીજી તરફ TNT 600i ની વાત કરીએ તો ગત વખતે આ બેનેલી બાઇકનું વેચાણ સૌથી વધુ થયું હતું. તેમાં 600 cc, ઇન-લાઇન, ચાર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 85 bhpનો પાવર અને 54.6 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

    આગળ જુઓ ભારતમાં લોન્ચ થયેલા Benelli બાઇક્સના ફોટોગ્રાફ્સ

  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    Benelli TNT 300
  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    Benelli TNT 300
  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    Benelli 302R
  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    Benelli 302R
  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    Benelli TNT 600i
  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    Benelli TNT 600i
  • બેનેલી બાઇક ભારતમાં લોન્ચ | Benelli TNT 300, Benelli 302R and Benelli TNT 600i launched
    Benelli TNT 600i
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ